ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 24 નવેમ્બર 2018 (17:31 IST)

ગોરા થવા માટે ઘરેલુ ટિપ્સ

- વરાળ દ્વારા - એક તપેલામાં પાણી નાખીને ગરમ કરો અને જ્યારે વરાળ નીકળવા માંડે તો ચેહર પર વરાળ લો. જેથી ત્વચાને વરાળ લાગે. સાથે જ રૂ નો ટુકડો મુકો અને ચેહરાને ઘસતા રહો. વરાળ લેવાથી મરેલી કોશિકા ઢીલી થઈ જશે અને રૂ ની અંદર ચોંટીને નીકળી જશે. 
 
- જો ત્વચા પર તેલ  ખૂબ જમા થઈ ગયુ છે અને મૃત કોશિકાઓ પણ તો તમે આલ્કોહોલનો ઉપયોગ કરી શકો છો. રૂ ને પલાડીને ત્વચા પર ફેરવો.. રૂ કાળો થઈ જશે.  આ પ્રયોગ ક્યારેક ક્યારેક કરો કારણ કે આ તેલ બિલકુલ કાઢી નાખે છે. 
 
- એલોવેરા મુલતાની માટી અને બેસનનુ મિશ્રણ ત્વચ્કા પર ઘસો. આ પ્રાકૃતિક રીતે ત્વચા સાફ કરી નાખે છે. 
 
- ખાવાના સોડાનો ઉપયોગ કરો. તેમા પાણી મિક્સ કરીને પેસ્ટ બાનવો અને બે ત્રણ ટિપા હાઈડ્રોજન પેરોક્સાઈડ કે સરસવના મિક્સ કરીને ત્વચા પર સારી રીતે ઘસો તો ત્વચા સાફ થઈ જશે. 
 
- મુલ્તાની માટી અને લીંબુનુ મિશ્રણથી પણ ચેહરાની ત્વચાને તમે સાફ કરી શકો છો. 
 
- ખાંડનુ થોડુ પાણીમાં ઉકાળો  અને ઘટ્ટ બનાવી દો.  હવે તેમા લીંબૂનો રસ મિક્સ કરી દો અને ચેહરા પર લગાવીને સૂકાવવા દો અને પછી ઘસીને કાઢો જેથી નાના વાળ પણ નીકળી જાય અને મૃત કોશિકા પણ. ચેહરો સાફ કરવાની રીતમા આ એક સારો ઉપાય છે.