શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

શંખ વગાડવાના ફાયદા જાણશો તો, આ નવરાત્રિ પર તમે રોજ શંખ વગાડવુ શરૂ કરી દેશો

નવરાત્રિની શરૂઆત થતા જ ઘરમાં પૂજા અને આસ્થાનુ વાતાવરણ જામી જાય છે. અનેક લોકોના ઘરમાં માતાની આરાધના સાથે શંખ પણ વગાડવામાં આવે છે. આપણામાંથી કદાચ ખૂબ ઓછા લોકોને જાણ હશે કે શંખ આસ્થા સાથે જોડાયેલ હોવા ઉપરાંત આપણા આરોગ્ય અને સુંદરતા માટે પણ લાભદાયી છે.   જો તમને પણ શંખ વગાડવાના ફાયદા વિશે જાણ ન હોય તો જાણી લો અને રોજ શંખ વગાડો.. 
 
કરચલીઓ કરે દૂર - શંખ વગાડવાથી કરચલીઓની સમસ્યા ચેહરા પરથી ખૂબ દૂર રહે છે. ઉલ્લેખનીય છે કે શંખ વગાડવાથી ફેસની મસલ્સ સ્ટ્રેચ થાય છે. જેનાથી ફાઈન લાઈન્સ દૂર થઈ જાય છે
 
ત્વચા રહે છે તંદુરસ્ત - શંખ વગાડવાથી અને તેમા મુકવામાં આવેલ પાણી પીવાથી ખીલ, કાળા દાગ ધબ્બા દૂર થવા માંડે છે. આખી રાત શંખમાં પાણી ભરે મુકો અને સવારે તેનાથી ત્વચાની મસાજ પણ કરી શકો છો. 
 
 
તનાવ કરે દૂર - રોજ શંખ વગાડવાથી મગજમાં લોહીનો સંચાર ઠીક રીતે થાય છે અને તેનાથી સ્ટ્રેસ લેવલ કંટ્રોલમાં રહે છે. સાથે જ આ મગજને શાંત રાખવામાં પણ મદદરૂપ છે. 
 
પેટમાં ગેસની સમસ્યામાં આરામ - શંખ વગાડવાથી તમારી રેક્ટલ મસલ્સ સંકોચાય છે અને ફેલાય છે. તેનાથી શરીરના અંદરના અંગોની એક્સરસાઈઝ થાય છે અને ગેસની સમસ્યા દૂર થાય છે. 
 
હાડકા અને આંખ માટે લાભકારી - શંખમાં કેલ્શિયમ ગંધક અને ફોસ્ફોરસ જેવા તત્વ જોવા મળે છે તેથી તેમા મુકેલુ પાણી પીવાથી આંખોની રોશની તેજ થાય છે અને તેને વગાડવાથી હાડકા પણ મજબૂત થાય છે. 
 
ફેફ્સા માટે લાભકારી - શંખ વગાડવાથી ફેફ્સાના સ્નાયુ મજબૂત થાય છે. આ ઉપરાંત જે લોકોને શ્વાસ સંબંધી સમસ્યાઓ છે તેમને પણ શંખ વગાડવાથી આ પ્રોબ્લેમમાંથી છુટકારો મળી શકે છે.