શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 5 જાન્યુઆરી 2016 (12:18 IST)

આ 6 કારણોને લીધે તમારી હોમ લોન રિજેક્ટ થઈ શકે છે...

જો તમે હોમ લોન મતલબ ગૃહ ઋણ સાથે મકાન ખરીદવાની તૈયારી કરી રહ્યા છો તો થોડી જરૂરી વાતોનું ધ્યાન રાખો. નહી તો તમારી હોમ લોન બેંક રિજેક્ટ કરી શકે છે. 
 
જો તમે હોમ લોન મતલબ ગૃહ ઋણ સાથે મકાન ખરીદવાની તૈયારી કરી રહ્યા છો તો કેટલીક જરૂરી વાતોનુ ધ્યાન રાખો. નહી તો તમારી હોમ લોન બેંક રિજેક્ટ કરી શકે છે. અમે અહી વાત કરીશુ એ છ કારણોની જેને કારણે બેંક લોન સામાન્ય રીતે રિજેક્ટ થઈ જાય છે. 
 
1. જલ્દી જલ્દી નોકરીમાં પરિવર્તન - જો તમે વારેઘડીએ નોકરી બદલો છો અને અચાનક વિચારો છો કે મકાન ખરીદી લઉ, તો બેંક તમને લોન આપવાની ના પાડી શકે છે. બેંક એ લોકોને પ્રાથમિકતા આપે છે જે લોક્કો એક કંપનીમાં સ્થિર થઈને કામ કરે છે. 
 
2. ડિફોલ્ટર લિસ્ટ - ડિફોલ્ટર લિસ્ટ એ યાદી હોય છે જેમા તેમનુ નામ નાખી દેવામાં આવે છે. જે લોકો લોનની ઈએમઆઈ સમય પર ચુકતે નથી કરી શકતા. જો તમારુ નામ આ યાદીમાં છે તો બેંક તમને લોન નહી આપે. પછી ભલે એ પર્સનલ લોન, ઓટો લોન કે લોન અગેંસ્ટ પ્રોપર્ટીને કારણે તમને આ યાદીમાં નાખી દીધા હોય. 
 
3. જૂની બિલ્ડિંગ - જો તમે કોઈ જૂની બિલ્ડિંગમાં ફ્લેટ ખરીદી રહ્યા છો તો બેંક તમને લોન નહી આપે.  20 વર્ષથી વધુ જૂની બિલ્ડિંગ પર લોન ક્યારેય નહી મળે. 
 
4. પહેલા જો તમારી લોન રિજેક્ટ થઈ ચુકી છે. જો કોકી બેંકે તમને પહેલા ક્યારેય લોન આપવાની ના પાડી દીધી હતી. તો બેંક એ વાતને પણ નજરઅંદાજ નહી કરે.  તમારો ડાટાબેસ અને તમારી વર્તમાન આર્થિક સ્થિતિને જાણ્યા પછી જ બેંક નિર્ણય લેશે.  
 
5. અનેક વાર લોન - જો પહેલા તમે અનેક લોન લઈ ચુક્યા છો અને એક પણ જો તમે સમય પર નથી ચુકવી તો બેંક તમને નવી લોન આપવાની ના પાડી શકે છે.  
 
6. બેંક ક્રેડિટ રેટિંગ - જો તમારો સિબિલ સ્કોર ખરા છે અને તમે બૈડ ક્રેડિટ રેટિંગ હેઠળ આવો છો તો તમને લોન નહી મળે. આવુ ત્યારે થાય છે જ્યારે તમે ઈએમઆઈ ચુકવવામાં મોડુ કરો છો.  
 
7. નિયમ મુજબ બિલ્ડિંગ ન બની હોય - જે બિલ્ડિંગમાં તમે ફ્લેટ ખરીદવા જઈ રહ્યા છો, જો એ કોર્પોરેશનના નિયમો મુજબ ન બની હોય તો તમને બેંક લોન આપવાની ના પાડી શકે છે. 
 
8. સંપત્તિ પર કેસ - જે સંપત્તિ તમે ખરીદવા માંગો છો જો તેના પર કોઈ કેસ ચાલી રહ્યો છે તો બેંક તમને લોન નહી આપે.