એયર ઈંડિયાની મુશ્કેલી વધી, પાયલટોએ આપી હડતાલની ધમકી

શનિવાર, 9 જૂન 2018 (11:58 IST)

Widgets Magazine
air india

રોકડની સમસ્યાનો સામનો કરી રહેલ એયર ઈંડિયાની મુશ્કેલી ઘટવાનુ નામ નથી લઈ રહી. મુજબ કંપનીની રીઝનલ પાયલટ યૂનિટે હડતાલ પર જવાની ધમકી આપી છે. યૂનિટે કહ્યુ કે જો પગારમાં મોડુ થહે તો તે મેનેજમેંટ સાથે સહયોગ બંધ કરી દેશે. 
 
સ્ટાફના રોજીંદા જીવન પર ખરાબ અસર 
 
સેંટ્રલ એક્ઝિક્યુટિ કમિટી ઑફ ઈંડિયન કમર્શિયલ પાયલટ્સ અસોસિએશન (આઈસીપીએ)ને લખેલ પત્રમાં રીઝનલ એક્ઝિક્યુટિવ (આરઈસી) એ કહ્યુ કે જ્યા સુધી સમય પર પગાર મળવો શરૂ નથી થતો ત્યા સુધી તેમની તરફથી અસહયોગ ચાલુ રહેશે.  ઉલ્લેખનીય છે કે એયરલાઈને કંપનીના 11 હજાર એમ્પોયઝની સેલેરી આપવામાં સતત ત્રીજા મહિને મોડુ કર્યુ છે. પત્રમાં લખ્યુ છે કે દિલ્હીમાં આરઈસીની 6 જૂનને મીટિંગ થઈ હતી. સેલેરીમાં મોડુ થવાથી સ્ટાફની રોજબરોજની જીંદગી પર ખરાબ અસર પડી રહી છે.  જે લોકોએ લોન લઈ રાખી છે તેમને નાણાકીય સંસ્થા હપ્તા માટે પરેશાન કરી રહી છે. 
 
પગાર માટે 15 જૂન સુધી રાહ જોવી પડશે 
 
એયર ઈંડિયાના કર્મચારીઓએ મે મહીનાના પગાર માટે 15 જૂન સુધી રાહ જોવી પડશે. એયર ઈંડિયાએ સત્તાવાર રીતે સૂચના આપીને કહ્યુ કે મે મહિનાનો પગાર આપવામાં મોડુ થયુ છે અને ચુકવણી 15 જૂન સુધી માટે કરવાની શક્યતા છે. આ સતત ત્રીજો મહિનો છે જ્યારે એયરલાઈને પગાર ચુકવવામાં મોડુ કર્યુ છે. આ અગાઉ માર્ચ અને એપ્રિલ મહિનાનો પગાર પણ સમય પર આપવામાં આવ્યો નહોતો. એયર ઈંડિયાના કર્મચારીઓને સામાન્ય રીતે દર મહિનાની 30 અને 31 તારીખે પગાર મળી જાય છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

પ્રાઈવેટ નોકરીમાં પણ 20 લાખ સુધી મળી શકે છે ગ્રૈચ્યુટી, સેલેરી સાથે આ રીતે કરો કેલક્યુલેટ

ગ્રૈચ્યુટી શુ છે, ક્યારે મળે છે અને કેવી રીતે તેને કૈલકુલેટ કરવામાં આવે છે. આ વાત ...

news

પત્નીના ડેબિટ કાર્ડનો ઉપયોગ નથી કરી શકતો પતિ ! - SBI

જો તમે પણ તમારા પતિ કે કોઈ સંબંધી/મિત્રને તમારો પિન નંબર આપીને એટીએમમાંથી પૈસા કાઢવા માટે ...

news

હવે તમારા ઘરે નહી આવે લાઈટનું બિલ, સરકાર જલ્દી કરશે આ બદલાવ

ટૂંક સમયમાં જ વીજળીનુ બિલ ઘરે આવવુ જૂની વાત થઈ જશે. કેન્દ્ર સરકાર સમગ્ર બિલિંગ સિસ્ટમમાં ...

news

Honour 7 A: 10,000 રૂપિયાથી પણ ઓછી કીમત આ છે 8 ખાસ ફીચર્સ

આ વખતે બજારમાં 10,000 રૂપિયાથી પણ ઓછી કીમતમાં જો તમે કોઈ સ્માર્ટફોન ખરીદવા ઈચ્છો છો તો ...

Widgets Magazine