મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 1 જુલાઈ 2022 (19:03 IST)

Airtelનો આ પ્લાન રિચાર્જ કરાવશો ફેમિલી કરશે જલસા

Airtel દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની છે. કંપની પ્રીપેડ અને પોસ્ટપેડ બંને પ્લાન ઓફર કરે છે.  કંપનીનો સૌથી મોંઘો પોસ્ટપેડ પ્લાન 1599 રૂપિયામાં આવે છે. આ પ્લાનમાં યુઝર્સને દર મહિને 250GB ડેટા મળે છે. જો તમે આ રિચાર્જ પ્લાન ખરીદો છો, તો તમે ત્રણ કનેક્શન એડ કરી શકશો. એટલે કે, અન્ય ત્રણ લોકો તમારો પ્લાન શેર કરી શકશે. આમાં, બધા વધારાના કનેક્શનને 30GB ડેટા મળશે. ઉપરાંત, આ પ્લાન 200GB ડેટા રોલઓવર સાથે આવે છે. તમામ યુઝર્સને અનલિમિટેડ કોલિંગનો લાભ મળશે. આમાં દરરોજ 100 SMS આપવામાં આવશે. આ સાથે, યુઝર્સને Airtel થેંક્સ એપ્સનો લાભ પણ મળશે. યુઝર્સને નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, ડિઝની + હોટસ્ટાર અને અન્ય OTT પ્લેટફોર્મ્સ પર ફ્રી સબ્સ્ક્રિપ્શન મળશે.
 
999 રૂપિયાથી શરૂ થતા ફેમિલી પ્લાન
આ પ્લાન સાથે તમને ડેટા, કોલ, SMS અને OTTનો લાભ મળે છે. જો કે, આમાં એડિશનલ ડેટા મોંઘો છે. જો તમે ફેમિલી પ્લાન શોધી રહ્યા છો, તો આ રિચાર્જ પ્લાન સારો વિકલ્પ બની શકે છે. તમને જણાવી દઈએ કે Airtel ફેમિલી પોસ્ટપેડ પ્લાન 999 રૂપિયાથી શરૂ થાય છે. આ પ્લાનમાં ત્રણ યુઝર્સ તેમના ફોનનો ઉપયોગ કરી શકશે.