ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 15 ઑગસ્ટ 2020 (14:13 IST)

અમૂલ ડેરી દ્વારા ભારતમાં સર્વ પ્રથમ ડિજિટલ કુત્રિમ વીર્યદાનની સેવા શરૂ કરી

કુત્રિમ વીર્યદાન પશુઓની આનુવંશિકતા સુધારવા માટેની એક સિદ્ધ થયેલ વૈજ્ઞાનિક પદ્ધતિ છે.કુત્રિમ વીર્યદાન એ પશુપાલન ધંધા માટે અગત્યની બાબત છે જેના થકી પશુપાલક દૂધ ઉત્પાદન કરી શકે છે સાથે સાથે આવનારી સંતતિ માં દૂધ ઉત્પાદન ક્ષમતા પણ વધારી શકે છે.
 
અમૂલ ડેરી દ્વારા ડીજીટલાઇઝેશન અંતર્ગત કુત્રિમ વીર્યદાન સેવાને ડીજીટલાઇઝેશન કરવાનું નક્કી કરી સૌપ્રથમ ૨૫ જેટલી દૂધ ઉત્પાદક મંડળીમાં પ્રાયોગિક ધોરણે વર્ષ ૨૦૧૯ માં શરૂ કરવામાં આવેલ અને એક વર્ષ સુધી તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
 
જેના ઘણા સારા પરિણામો મેળવ્યા બાદ અમૂલ કાર્યક્ષેત્રની બધી જ એટલે કે ૧૨૦૦  દૂધ મંડળીઓને ડીજીટલાઇઝેશન અંતર્ગત આવરી લીધેલ છે આ પદ્ધતિ વિષે વધુ માહિતી અમૂલ ડેરીના મેનેજિંગ ડાયરેક્ટર અમિત વ્યાસ સાહેબ દ્વારા આપવામાં આવી કે જ્યારે પશુ ગરમીમાં આવે છે ત્યારે સભાસદ દ્વારા અમૂલ કોલસેન્ટરમાં ફોન કરી જાણ કરવામાં આવે છે.કોલ સેન્ટરમાં નોંધણી થયા બાદ ઓટોમેટીક મેસેજ પશુપાલક તેમજ દૂધ મંડળીના કૃત્રિમ વીર્યદાન કર્મચારીને મોબાઈલ દ્વારા મળે છે.
 
કુત્રિમ વીર્યદાન કર્મચારી ત્યારબાદ તુરંત જ પશુપાલકના ઘર આંગણે પહોંચી કુત્રિમ વીર્યદાન કરે છે અને સમગ્ર માહિતી સ્થળ ઉપર જ મોબાઈલમાં પૂર્ણ કરે છે જેનો મેસેજ પણ અમૂલ કોલસેન્ટરમાં તેમ જ પશુપાલક ને મળે છે.અઢી માસ બાદ ગાભણ ચકાસણી માટેનો મેસેજ કુત્રિમ વીર્યદાન કર્મચારીને મળે છે જેનાથી પશુઓની ગર્ભધારણ ચકાસણી કરવામાં આવે છે. 
 
જો પશુ ગાભણ માલૂમ પડે તો તેની માહિતી મોબાઈલમાં પૂર્ણ કરવામાં આવે છે નવ માસ બાદ વિયાણસંબંધિત માહિતી જેવી કે વાછડી /વાછરડો તેની જન્મતારીખની મોબાઇલમાં નોંધણી કરવામાં આવે છે આ માહિતીથી અમૂલ ડેરી દ્વારા ચરમ નાબૂદી તેમજ રસીકરણ નું આયોજન કરી શકાય છે સમગ્ર પ્રક્રિયામાં પશુપાલક ને કોઈ પણ જાતની માહિતી રાખવી પડતી નથી અને બધી જ માહિતી સોફ્ટવેર દ્વારા અમૂલ ડેરી દ્વારા સંગ્રહિત કરવામાં આવે છે.
 
કુત્રિમ વીર્યદાન ડિજિટલાઈઝેશન કરવાથી સભાસદને ત્વરિત સેવા મળે છે તેમજ દુધાળા પશુઓ ની માહિતી પણ મોબાઈલમાં સંગ્રહિત રહે છે. કુત્રિમ વીર્ય દાન કર્મચારી ને કોઈપણ પ્રકારના રજીસ્ટર લખવા કે સાચવવા પડતા નથી અને દરેક માહિતી મોબાઈલ માં સ્થળ ઉપર જ ભરવી પડે છે. જેનાથી તેમનું ઘણો સમય બચે છે અને તેઓ સારી રીતે કામગીરી બજાવી શકે છે.
 
અમિત વ્યાસે વધુમાં જણાવ્યું કે આ પદ્ધતિનું ઘણો સારો પ્રતિસાદ અમૂલ કાર્યક્ષેત્રની દરેક દૂધ મંડળીના સભાસદો થકી મળેલ છે. ડિજિટલાઈઝેશન થી અમૂલ કાર્યક્ષેત્રમાં કેટલા પશુ ગાભણ છે કેટલા નું વિયાણ થવાનું છે અને કેટલું દૂધ સંપાદીત થશે તેની ચોક્કસ માહિતી મેળવી તેના પ પ્રોસેસિંગનુ આયોજન કરી શકાય છે હાલ અમૂલ કોલ સેન્ટર દ્વારા ૪૫૦૦થી વધુ કૃત્રિમ વીર્યદાન માટેના રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. હજુ પણ અમૂલ આ પદ્ધતિને વધુ અસરકારક બનાવવા પ્રયત્નશીલ છે.
 
અમૂલ ડેરી દ્વારા કાર્યક્ષેત્રમાં વાર્ષિક ૧૦ લાખથી વધુ વીર્ય દાન કરવામાં આવે છે. ડિજિટલાઈઝેશન થકી પારદર્શક માહિતી તેમજ તેનું એનાલિસિસ કરી ચોક્કસ  નિર્ણય કરી શકાય છે અને પશુપાલનના ધંધાને વધુ વેગવંતો બનાવી શકાય છે.