રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 2 માર્ચ 2024 (12:22 IST)

Anant-Radhika's pre-wedding સેલિબ્રેશનમાં ઝૂમી ઉઠ્યો અંબાની પરિવાર, ઈવાંકા સાથે ખિલખિલાતી જોવા મળી નીતા અંબાની

anant radhika pre wedding ceremony
દેશના સૌથી મોટા વેપારી મુકેશ અંબાનીના સૌથી નાના પુત્ર અનંત અંબાની ટૂંક સમયમાં જ રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યો છે. તેમના પ્રી-વેડિંગ સમારંભ ગુજરાતના જામનગરમાં એકથી ત્રણ માર્ચ સુધી આયોજીત થઈ રહ્યો છે. આ સેલિબ્રેશનમાં અનેક મોટી હસ્તિયો સાથે બોલીવુડથી લઈને હોલીવુડ ઈડસ્ટ્રીના તમામ મોટા સ્ટાર્સ સામેલ થઈ રહ્યા છે. 
anant radhika pre wedding ceremony

જામનગરમાં આખો અંબાની પરિવાર એકસાથે જોવા મળ્યો
 
પ્રી વેડિંગ પોગ્રામના પહેલા દિવસથી જ જામનગરમાં આખો અંબાની પરિવાર એકસાથે જોવા મળ્યો. આ દરમિયાન રિલાયંસ ઈંડસ્ટ્રીઝના ચેયરમેન અને એમડી મુકેશ અંબાની, રિલાયંસ ફાઉંડેશનની સંસ્થાપક અને ચેયરપર્સન નીતા અંબાની, રિલાયંસ ફાઉંડેશનની સંસ્થાપક અને ચેયરપર્સન નીતા અંબાની, રિલાયંસ જિયો ઈન્ફોકૉમ લિમિટેડના અધ્યક્ષ આકાશ અંબાની અને પત્ની શ્લોકા મેહતા સાથે સામેલ થયા. 
anant radhika pre wedding ceremony
ઈંવાકા સાથે ખિલખિલાતા જોવા મળ્યા નીતા અંબાની 
ઈવાંકા ટ્રંપ, મેટાના સીઈઓ માર્ક જુકરબર્ગ જેવી વૈશ્વિક હસ્તિઓએ કાર્યક્રમાં પોતાની હાજરી નોંધાવીને ચાર ચાંદ લગાવ્યા.  આ દરમિયાન નીતા અંબાની ઈવાંકા સાથે વાત કરતી જોવા મળી. 
anant radhika pre wedding ceremony
ઇવાન્કા ટ્રમ્પ પતિ કુશનર સાથે જોવા મળી 
 
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા તેના પતિ જેરેડ કુશનર સાથે આવી પહોંચી છે. આ દરમિયાન ઈવાન્કા મુકેશ અંબાણીને મળી અને તેમની સાથે ફોટો ક્લિક કરાવ્યો. ઇવાન્કા ટ્રમ્પ દેશી લુકમાં જોવા મળી હતી. પરંતુ શું તમે જાણો છો કે ઈવાન્કા અને કુશનર રિલેશનશિપમાં હતા ત્યારે અલગ થઈ ગયા હતા. બાદમાં ઇવાન્કાએ લગ્ન માટે ધર્મ બદલવો પડ્યો હતો. જેરેડ કુશનર તેમના પ્રમુખપદ દરમિયાન ટ્રમ્પના વરિષ્ઠ સલાહકાર રહી ચૂક્યા છે.
પ્રખ્યાત પોપ સિંગર રીહાનાએ પોતાના પરફોર્મન્સથી મહેમાનોને કર્યા મંત્રમુગ્ધ  
પ્રખ્યાત પોપ સિંગર રીહાન્નાએ ગઈકાલે રાત્રે (1 માર્ચ) અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સમારોહમાં તેના પરફોર્મન્સથી તમામ મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેણે પોતાના ઘણા પ્રખ્યાત ગીતો સાથે લોકોને ડાન્સ કરવા મજબૂર કર્યા. કાર્યક્રમમાં તેમણે અંબાણી પરિવાર પર પ્રેમ વરસાવ્યો અને તેમનો આભાર પણ માન્યો. આ મિની કોન્સર્ટ બાદ તે એરપોર્ટ પર જોવા મળ્યો હતો.