બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 1 માર્ચ 2024 (13:18 IST)

Anant Radhika Wedding: કોણ છે રાધિકા મર્ચન્ટ ? જેમના અનંત અંબાણી સાથે થઈ રહ્યા છે લગ્ન

Anand ambani- radhika
ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાનીના સૌથી નાના પુત્ર અનંત અંબાનીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે ગુજરાતના જામનગરમાં થવા જઈ રહ્યા છે. તેમના લગ્નમાં હોલીવુડથી લઈને બોલીવુડ સુધીના મોટા સ્ટાર્સ સામેલ થશે. અનંત અંબાની વિશે બધા લોકો જાણે છે. આજે અમે આ આર્ટીકલમાં તેમના થનારા પત્ની રાધિકા મર્ચન્ટ વિશે જાણીશુ. 
કોણ છે રાધિકા મર્ચન્ટ ?
રાધિકા મર્ચન્ટ વેપારી વિરેન મર્ચન્ટની નાની પુત્રી છે. વિરેન મર્ચન્ટ એનકોર હેલ્થ કેયર નામની કંપનીના માલિક અને સંસ્થાપક સભ્ય છે. આ ઉપરાંત તેઓ એપીએલ એપોલો ટ્યુબ્સમાં બોર્ડ મેમ્બર છે. બીજી બાજુ તેમની માતાનુ નામ શૈલા મર્ચન્ટ છે અને તેઓ એનકોર હેલ્થકેયરની ડાયરેક્ટર છે.

રાધિકાની મોટી બહેન પણ છે. જેનુ નામ અંજલી મર્ચન્ટ છે. તેમના લગ્ન આકાશ મેહતા સાથે થયા છે અને તે એક બિઝનેસમેન અને હવાઈ પાર્ટનર છે. 
રાધિકા મર્ચન્ટનો અભ્યાસ 
રાધિકા મર્ચન્ટએ પોતાનો શાળાનો અભ્યાસ કૈથેડ્રલ અને જૉન કૉનન સ્કુલ એકોલે મોડિયાલ વર્લ્ડ સ્કુલમાંથી કર્યો. રાધિકાએ બીડી સોમાની ઈંટરનેશનલ સ્કુલમાંથી ઈંટરનેશનલ બૈકલૉરિએટ ડિપ્લોમા પણ પ્રાપ્ત કર્યો. બીજી બાજુ ન્યૂયોર્ક યૂનિર્વર્સિટીથી તેમણે પોલિટિકલ સાયંસમાં ગ્રેજ્યુએશન કર્યુ છે. 

\\\
અભ્યાસ પ્રાપ્ત કરવા માટે રાધિકા મર્ચન્ટે એક લકઝરી રિયલ એસ્ટેટ કંપની ઈસ્પ્રાવા માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ એક વર્ષ સુધી કામ કર્યા બાદ એનકોર હેલ્થકેયર સાથે જોડાય ગઈ. તેમણે ભરતનાટ્યમ નૃત્ય શૈલીમાં પણ પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યો છે. જૂન 2022માં રાધિકા મર્ચન્ટએ મુંબઈના જિયો વર્લ્ડ સેંટરમાં પોતાનો અરંગેટ્રમ (પહેલો સ્ટેજ શો) રજુ કર્યો. અનેક રિપોર્ટ્સના મુજબ રાધિકા મર્ચન્ટ્સ અને અનંત અંબાની બાળપણના મિત્રો છે.  રાધિકા 2018માં ઈશા અંબાની અને આનંદ પીરમલ અને 2019માં આકશ અને શ્લોકાના લગ્નમાં સામેલ થયા હતા.  







Edited by - kalyani deshmukh