ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 10 સપ્ટેમ્બર 2021 (11:29 IST)

કેશોદમાં નવું એરપોર્ટ બનાવવાની જાહેરાત, 100 દિવસમાં ચાર નવા એરપોર્ટના નિર્માણનું લક્ષ્ય

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કેશોદમાં નવું એરપોર્ટ બનાવવાની જાહેરાત કરી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉડાન યોજના અંતર્ગત આગામી 100 દિવસમાં ચાર નવા એરપોર્ટના નિર્માણનું લક્ષ્ય રાખ્યું છે.જેમાં કેશોદની સાથે ઝારખંડના દેવધર, મહારાષ્ટ્રના ગોંદિયા અને સિંધુદુર્ગ તેમજ યુપીના કુશીનગર એરપોર્ટનો સમાવેશ છે.આ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં ચાર અને ઉત્તરાખંડમાં બે નવા હેલિપેડ પણ બનાવવામાં આવશે. 
 
કેશોદ એરપોર્ટમાં વર્ષોથી બંધ વિમાની સેવા ફરીથી થશે શરૂ
 
આગામી ડીસેમ્બરમાં વિમાની સેવા શરૂ થવાની જાહેરાત 
 
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીની કેશોદ એરપોર્ટ માટે મોટી જાહેરાત 
 
ઉડાન સ્કીમ હેઠળ ગુજરાતના વધુ એક એરપોર્ટનો સમાવેશ
 
ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું એલાન 
 
જુનાગઢના કેશોદ એરપોર્ટથી ઉડાન હેઠળ શરૂ થશે ફ્લાઇટ
 
ફ્લાઇટ પ્રારંભ માટે આગામી 100 દિવસનો રાખ્યો લક્ષ્ય
 
દેશના વધુ પાંચ એરપોર્ટ ઉડાન સ્કીમમાં સામેલ