શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ન્યૂયોર્ક. , ગુરુવાર, 30 ઑક્ટોબર 2014 (18:07 IST)

હુ સમલૈગિક છુ અને મને ખુદ પર ગર્વ છે - Apple સીઈઓ ટિમ કુક

આ જાણીને તમે હેરાન થઈ જશો કે એપ્પલ કંપનીના સીઈઓ ટીમ કુક સમલૈગિક છે અને આ વાત તેમણે પોતે સ્વીકારી છે. 
 
તેમનુ કહેવુ છે કે હુ સમલૈગિક છુ અને મને ખુદ પર ગર્વ છે. તેમણે કહ્યુ કે હુ આ વાતનો ક્યારેય ઈંકાર નથી કર્યો કે હુ સમલૈગિક નથી અને ભગવાને મને આ સૌથી મોટી ભેટ આપી છે. 
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા સીએનબીસી ચેનલના સહ પ્રસ્તોતા સિમોન હોબ્સે એક કાર્યક્રમના પેનલમાં સામેલ હતા જે ટોચ અમેરિકી કંપનીઓના એ સમલૈગિક મુખ્ય કાર્યકારી અધિકારીઓની યૌન પ્રવૃત્તિને લઈને ચર્ચા કરી રહ્યા હતા. જેમણે પોતાની આ સાથે સંકળાયેલ માહિતી સાર્વજનિક રૂપે જાહેર નથી કરી. 
 
પેનલના સભ્યોમાં ન્યૂયોર્ક ટાઈમ્સના સ્તંભકાર જીમ સ્ટીવર્ટનો સમાવેશ હતો જેમણે ખુદ પોતાના સમલૈગિક હોવાની વાત સ્વીકારી છે. સ્ટીવર્ટે ચર્ચા દરમિયાન કહ્યુ કે તેમણે અનેક સીઈઓ સાથે વાત કરી છે. જેમના સમલૈગિક હોવાની તેમને માહિતી છે. પણ તેઓ પોતાના અનુભવને સાર્વજનિક કરવા માંગતા નથી. 
 
આ વાત પર હોબ્સે હસ્તક્ષેપ કરતા કહ્યુ કે મને લાગે છે કે ટિમ કુક એપ્પલના પ્રમુખના રૂપે ખુદને સમલૈગિક હોવાની વાતને લઈને મુખ્ય છે આવુ જ છે ને ? હોબ્સની આ ટિપ્પણી પર પેનલમાં સન્નાટો છવાય ગયો. પણ હોબ્સે પોતાની વાતને સુધારતા કહ્યુ કે શુ આ ભૂલ હતી. 
 
 
ત્યારબાદ સ્ટીવર્ટે કહ્યુ કે હુ એવી કોઈ વ્યક્તિ વિશે ટિપ્પણી કરવા નથી માંગતો જે સમલૈગિક હોય કે ન હોય. હફિગટન પોસ્ટના એક સમાચાર મુજબ 53 વર્ષીય કુલ પોતાની યૌન પ્રવૃત્તિને લઈને મુખર નથી અને ક્યારેય સાર્વજનિક રૂપે કશુ કહ્યુ નથી. ગયા વર્ષે કુકને આઉટ પત્રિકાની 2013 પાવર લિસ્ટમાં સૌથી પ્રભાવશાળી એલજીબીટી (લેસ્બિયન ગે બાઈ સેક્સુઅલ અને ટ્રાંસજેંડર) વ્યક્તિત્વ બતાવ્યા હતા.