ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 27 એપ્રિલ 2023 (17:03 IST)

Bank Holidays in May 2023: મે મહીનામાં 12 દિવસ બેંકો બંધ

Bank Holidays in May 2023:
મે મહીનામાં 12 દિવસ બેંકો બંધ- આગામી મહિનો એટલે કે મે મહિના શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. મે મહિનામાં બેંકો 12 દિવસ બંધ રહેશે. આ 12 દિવસોમાં રવિવાર, બીજા અને ચોથા શનિવારની રજાઓનો સમાવેશ થાય છે. મે મહિનામાં મહારાષ્ટ્ર દિવસને કારણે માત્ર મહારાષ્ટ્ર રાજ્યમાં જ રજા રહેશે. મે મહિનામાં બુધ પૂર્ણિમાના તહેવારને કારણે ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે.
 
જો તમે મે મહીનામાં બેક જવાની પ્લાનિંગ કરી રહ્યા છો તો તમને સૌથી પહેલા મે મહીનામાં થતી રજાઓની લિસ્ટ જરૂર જોવી જોઈએ. નહી તો તમને બેંકથી ખાલી હાથ પરત આવવો પડી શકે છે. નાણાકીય વર્ષ 2023-24 ના પ્રથમ મહીનો પૂરા થતા જ રિઝર્વ બેંક ઑફ ઈંડિયાએ મે મહીના બેંક હોલીડેની લિસ્ટ સામાન્ય લોકો માટે રજૂ કરી દીધી છે. જેથી બેંક ગ્રાહકોને કોઈ પણ પ્રકારની પરેશાની ન થાય.