શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: લંડન. , શુક્રવાર, 25 સપ્ટેમ્બર 2015 (13:58 IST)

Bloodhound SSC - દુનિયાની સૌથી ફાસ્ટ દોડનારી કાર...1600kmphની ગતિ !!

આઠ વર્ષની રિસર્ચ પછી જમીન પર ચાલનારી સૌથી ઝડપી વસ્તુ  સામે આવી ગઈ.  Bloodhound SSC નામની આ કારને ગુરૂવારે લંડનના કેનેરી વાર્ફમાં એગ્ઝીબીશન માટે મુકવામાં આવી. દાવો છે કે કાર 55 સેકંડમાં 1609kmph (1000mph)ની વધુમાં વધુ સ્પીડ પકડી શકે છે. તેમા રૉલ્સ રૉયસ કંપનીના EJ200 જેટ એંજિન, સુપરચાર્જ્ડ જગુઆર V8 એંજિન અને રૉકેટ મોટર્સ લાગેલા છે. કૈસ્ટ્રોલ અને રોલેક્સ જેવી મોટી કંપનીઓએ આ કાર માટે હાઈટેક ફ્યૂલ અને બીજા ઈંસ્ટ્રુમેંટ  આપવામાં આવ્યા છે. કોઈ પ્રકારની દુર્ઘટનાની સ્થિતિ  ડ્રાઈવરને બચાવવા માટે આ કારનુ માળખુ મલ્ટીપલ કાર્બન ફાઈબરથી બનાવ્યુ છે. 
 
વર્લ્ડ રેકોર્ડ તોડવાની તૈયારી  -  હાલ દુનિયામાં સૌથી ઝડપથી ચાલનારી કોઈ વસ્તુની ગતિ 1228 kmph (763mph)છે. 1997માં આ રેકોર્ડ Thrust SSC નામની કારે બનાવ્યો હતો. આવતા વર્ષે ઓક્ટોબરમાં સાઉથ આફ્રિકામાં Bloodhound SSC કારનો રેકોર્દ તોડવાની કોશિશ કરશે. આ ઉપરાંત 2017માં 1,609kmph (1000mph)નો ન તૂટ્નારો રેકોર્ડ કાયમ કરવાની કોશિશ કરવામાં આવશે. 
 
આ કારની અન્ય વિશેષતાઓ.. 
 
-13.5 મીટર લંબાઈ. 2 મીટર ઉંચી ટેલ બેલેંસ કરવા માટે. 
- 135000 hpની તાકત, 180 ફોર્મૂલા વન કારો જેટલી તાકત 
- 3 પ્રકારની બ્રેકિંગ સિસ્ટમ, 7 ફાયર એક્સટિંગ્યૂશર 
- 500 સેંસર્સ કારની પરફોર્મેંસ તપાસવા માટે 
- 350થી વધુ કંપનીઓ, યૂનિવર્સિટીઝે મળીને ડેવલોપ કરી.