શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 7 ફેબ્રુઆરી 2015 (15:57 IST)

ચીની કંપનીઓ ગુજરાતમાંથી મંગાવશે કૈસર વિરોધી દવાઓ

ભારતીય ફાર્માસટિકલ કંપનીઓનું કાચા માલ માટે જરૂર કરતા વધુ ચીની માર્કેટ પર નિર્ભર રહેવુ એક બાજુ ચિંતાનો વિષય છે તો બીજી બાજુ એક સુખદ વાત એ છે કે ચીની કંપનીઓ ગુજરાતમાંથી કેંસર વિરોધી દવાઓ મંગાવવામાં રસ દાખવી રહી છે. 
 
ભારતીય ફાર્મા કંપનીઓ દુનિયાભરમાં દવાઓનું સફળતાપૂર્વક એક્સપોર્ટ કરી રહી છે પણ ચીનના દરવાજા તેમના માટે નથી ખુલી રહ્યા. ભારતની ફાર્માસટિકલ કંપનીઓની ફરિયાદ રહે છે કે ચીની ઓથોરીટિઝ ખૂબ જ લાંબા સમયથી ચીનમાં વેચાણ માટે ભારતીય દવાઓને રજીસ્ટર નથી કરતા. પણ મે માં પીએમ મોદીના પ્રસ્તાવિત પ્રવાસને લઈને ચીની કંપનીઓ ભારતમાંથી દવા મંગાવવા માટે રસ દાખવી રહ્યા છે. 
 
ચીનના ગ્વાંગદોંગ શહેરના એક પ્રતિનિધિમંડળે ભારત-ચીન આર્થિક અને સાંસ્કૃતિક પરિષદ અને ચીન ભારત વેપાર અને રોકાણ કેન્દ્રના નિમંત્રણ પર બુધવારે અમદાવાદનો પ્રવાસ કર્યો. આ નિમંત્રણનો મકસદ ગુજરાતની અગ્રણી ફાર્મા કંપનીઓ જેવી કે દિશમન ગ્રુપ, સ્વિસ ફાર્મા. રેડસન લૈબ્સ સાથે વાતચીત અને ગુજરાતમાં બનેલી દવાઓને ચીની દવા માર્કેટમાં વેચાણનો માર્ગ મોકળો કરવમાં મદદ કરવાનો હતો. 
 
પ્રતિનિધિમંડળના એક સભ્ય લિલી ચો એ જણાવ્યુ કે છેલ્લા એક વર્ષથી ચીનના સ્વાસ્થ્ય વિભાગે ફાર્મા રજિસ્ટ્રેશન સહિત પોતાની અનેક પ્રક્રિયાઓને ઉદાર બનાવી છે. તેમણે જણાવ્યુ, ચીન ખાસ કરીને ગુજરાતમાંથી કેંસર વિરોધી દવાઓ ખરીદવાની ઈચ્છુક છે. અમારી કંપનીઓ ભારતીય કંપનીઓની ચીનમાં ડ્રગ રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં મદદ કરવા માટે તૈયાર છે. ચીન સરકાર ભારતીય ફાર્મા કંપનીઓ માટે માર્ગ મોકળો કરી રહી છે અને મે 2015માં મોદીના ચીન પ્રવાસ દરમિયાન કેટલાક પરિણામો પર પહોંચશે. સીઆઈટીઆઈસી મુજબ ચીની કંપનીઓએ પણ કહ્યુ કે તેઓ ચીનમાં ડ્રગ રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં ભારતીય ફાર્મા કંપનીઓની મદદ કરવા માટે તૈયાર છે. 2011માં ચીનના પ્રવાસના સમયે જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તો તેમણે ભારતની ફાર્મા કંપનીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો.  
 
વર્તમાન સમયમાં ભારત દવાઓમાં ઉપયોગ થનારો એપીઆઈ કે કાચો માલ 80-85 ટકા આયાત કરે છે. ફક્ત ઘરેલુ એપીઆઈ મૈન્યુફેક્ચરિંગ ઈંડસ્ટ્રી જ ભારતના 79,000 કરોડની ફાર્માસટિકલ માર્કેટમાં 8-10ટકાનો ફાળો આપે છે.  આ ઈંડસ્ટ્રીઝ મોટાભાગે હૈદરાબાદ અને અમદાવાદમાં આવેલ છે.