CNGના ભાવમાં પણ વધારો, એક જ ઝાટકે રુપિયા 6.45 વધી ગયા
પેટ્રોલ અને ડીઝલ (Petrol-Diesel Price)સહિત CNG (CNG Price)ના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. 6 એપ્રિલ, બુધવારથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી 80-80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો 6 એપ્રિલની સવારે 6 વાગ્યાથી લાગૂ થશે. જ્યારે ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં એક જ ઝાટકે રુપિયા 6.45નો વધારો ઝીંક્યો છે. આ ભાવ વધારો મંગળવારની મધરાતથી લાગૂ થશે. CNGનો જૂનો ભાવ રુપિયા 70.53 હતો, જે વધીને રુપિયા 76.98 થયો છે. CNGના ભાવમાં પણ સતત ભાવ વધારો થઈ રહ્યો છે. ત્યારે ખાસ કરીને રિક્ષાચાલકો આ ભાવ વધારાથી નારાજ જોવા મળી રહ્યાં છે.
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનું દૈનિક અઢી કરોડ લિટરનું વેચાણ
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધારા પાછળ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. ગુજરાતના પેટ્રોલ પંપ રોજનું 2.66 કરોડ લિટર પેટ્રોલ અને ડીઝલ ખરીદે છે. ભાવ વધવા છતાં ઈંધણના વેચાણમાં કોઈ અસર હજુ સુધી આવી નથી.
બીજી તરફ, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સાથે ગુજરાત ગેસે CNGના ભાવમાં પણ સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે. મંગળવારે મોડી સાંજે અચાનક CNGના ભાવમાં એક જ ઝાટકે રુપિયા 6.45નો વધારો કરવામાં આવ્યો હતો. આ ભાવ વધારો મંગળવારની મધરાતથી લાગુ થશે. આ પહેલાં CNGનો જૂનો ભાવ રુપિયા 70.53 હતો. ત્યારે હવે ભાવ વધારા બાદ CNGની કિંમત રુપિયા 76.98એ પહોંચી છે. આ ભાવ વધારાની સીધી અસર રિક્ષાચાલકો પર પડશે. આ સિવાય જે કાર ચાલકો છે કે જેઓએ પેટ્રોલ મોંઘુ પડતા CNG કિટ નંખાવી છે તેઓને પણ આ ભાવ વધારાથી માર પડશે. આમ આ ભાવ વધારાથી સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ માર પડશે.