શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 4 ઑગસ્ટ 2015 (16:19 IST)

હવે સરકાર આપશે તમને નોકરી...

બેરોજગારી ભારતની મોટી સમસ્યાઓમાંથી એક છે. આજે ડિગ્રીવાળા યુવાઓની પાસે નોકરીઓ જ નથી. સરકારી છોડો, પ્રાઈવેટ નોકરી મેળવવા માટે પણ યુવાઓને ખૂબ મહેનત કરવી પડી રહી છે. ભારતના બેરોજગાર યુવાઓની પરેશાની માટે સરકારે એક પોર્ટલની શરૂઆત કરી છે. 
આ પોર્ટલને શરૂ કરવા પાછળ સરકારનો ઉદ્દેશ્ય છે કે ભારતના બેરોજગાર યુવાઓને એક જ સ્થાન પર નોકરીઓ સંબંધિ બધી 
માહિતી મળી જાય. સરકારી જ નહી પ્રાઈવેટ સેક્ટરની નોકરીઓ પણ તેમને આ પોર્ટલ પર મળી જાય. આ પોર્ટલની શરૂઆત 
ડિઝિટલ ઈંડિયાના હેઠળ કરવામાં આવી છે. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 46માં ભારતીય શ્રમ સંમેલન દરમિયાન નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ લોંચ કર્યુ હતુ. આ પોર્ટલ પર યુવા જોબ્સ ઉપરાંત વિશેષજ્ઞોને કેરિયર કાઉંસલિંગ અને મનોવૈજ્ઞાનિકોને પાસેથી મફત સલાહ લઈ શકીશુ. 
 
સરકારી આંકડા મુજબ દેશમાં હાલ 956 રોજગાર કાર્યાલય છે. જ્યા 4 કરોડ 47 લાખ લોકો રજિસ્ટર્ડ છે. તેમાથી 2 કરોડ 68 
લાખથી વધુ લોકો 29 વર્ષથી ઓછી વયના છે. આ પોર્ટલનું શરૂઆતનુ લક્ષ્ય આવા જ લોકોને પોર્ટલ પર લાવવા અને તેમને 
રોજગાર પુરો પાડવાનો છે.  રોજગાર કાર્યાલયો સાથે જોડાયેલ 9 લાખ સંસ્થાઓ અને કંપનીઓને પણ પોર્ટલ સાથે જોડવામાં 
આવશે. સરકારે પહેલા ચરણમાં દેશના 100 રોજગાર કાર્યાલયોના આધુનિકીકરણનો નિર્ણય કર્યો છે. આધુનિકીકરણ માટે 190 કરોડ રૂપિયાના બજેટની વહેંચણી કરવામાં કરવામાં આવી છે. આ રોજગાર કાર્યાલય હવે કાઉંસલિંગ સેંટર્સનુ પણ કામ કરશે. 
 
આગળના પેજ પર કોઈપણ જાતની ફી નહી લાગે... 

નહી લાગે ફી - જોવામાં આવ્યુ છે કે અનેક જોબ્સ પોર્ટલ ઉમેદવારો પાસેથી નોકરીને બહાને ફી ની વસૂલી કરે છે. પણ નેશનલ સર્વિસ પોર્ટલ પર ઉમેદવાર પાસેથી કોઈપણ પ્રકારની ફી નથી લેવામાં આવતી. સરકારી/પ્રાઈવેટ નોકરી માટે અરજી સાથે આ પોર્ટલ પર કેરિયર કાઉંસલિંગ, એપ્ટિટ્યૂટ અસેસમેંટ, જૉબ મેચિંગ શૈક્ષનિક સંસ્થાઓમાં મળતી પાઠ્યક્રમોની માહિતી, ટ્રેનિંગ સ્વરોજગાર માટે માર્ગદર્શનની સુવિદ્યા પણ પ્રોવઈડ કરવામાં આવશે 
સરકારી વિભાગોની નોકરીયો - કેન્દ્ર સરકારે સરકારી વિભાગોને રોજગાર સૂચનાઓને આ પોર્ટલ પર શેયર કરવાનુ કહ્યુ છે.  હવે કોઈ સરકારી વિભાગમાં કોઈ નવી ભરતી નીકળે છે તો તેની સૂચના યુવાઓને આ પોર્ટલ પર પ્રાપ્ત થઈ જશે. 
 
દિવસો દિવસ વધી રહી છે સંખ્યા - નેશનલ સર્વિસ પોર્ટલ પર 1031 કેરિયર કેન્દ્ર, 20407548 રજિસ્ટર્ડ નોકરી આવેદક, 129 કેરિયર સલાહકાર, કેરિયર નિર્માણ પાઠ્યક્રમોની સાથે 23936 કૌશલ પ્રદાતા અને 53 સેક્ટર્સમાં 1684 નિયોક્તા રજિસ્ટર થઈ જાય છે. 
 
આગળના પેજ પર રજિસ્ટ્રેશન અનિવાર્ય રહેશે. 
આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો - બેરોજગાર યુવા હોય કે પછી નોકરી આપનારી કંપનીઓ, બધાને નેશનલ સર્વિસ પોર્ટલનો ઉપયોગ કરવા માટે રજિસ્ટેશન કરવુ જરૂરી રહેશે. જોકે રજિસ્ટ્રેશન માટે શ્રમ મંત્રાલય કોઈ પ્રકારની ફી નહી લેવામાં આવે. 
 
આધાર કાર્ડ જરૂરી - ફ્રી રજિસ્ટ્રેશનને કારણે ફેક આઈડી ન બની શકે એ માટે શ્રમ મંત્રાલયે સરકારી દસ્તાવેજોને અનિવાર્ય કર્યા છે. દાત. જો તમે નોકરી મેળવવા માટે રજિસ્ટ્રેશન કરી રહ્યા છો તો તમારે આધાર કાર્ડ નંબરને લિંક કરવો જરૂરી છે.  એપ્લોયર અથવા ટ્રેનિંગ ઈંસ્ટીટ્યુટની જેમ રજિસ્ટ્રેશન માટે સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ અને કંપની  એક્ટના રજિસ્ટ્રેશનના દસ્તાવેજ શ્રમ મંત્રાલયમાં જમા કરાવવા પડશે. 
 
આગળના પેજ પર ઈંટરનેટ પરેશાની નહી બને.. 
જો તમને તમારા ઘરમાં ફર્નીચર ઠીક કરાવવુ હોય કે પછી નળ ફિટીંગ કરાવવુ હોય, નેશનલ સર્વિસ પોર્ટલ પર આવા લોકો પણ મળશે જે આ પ્રકારની વિશેષજ્ઞ સેવાઓ આપે છે. અહી પણ લોકલ સેવા લેનારા અને આપનારાનું રજિસ્ટ્રેશન કરવુ અનિવાર્ય છે 
 
જો કોઈ સેવા લીધા પછી તમને એના વિશે ફીડબેક આપવો હોય તો પણ પોર્ટલના ફીડબેક ફોર્મમાં આપી શકાય છે.  આ પ્રકારની સેવાઓની પસંદગી તમારા રહેઠાણ/દુકાનની આસપાસના એરિયા મુજબ અને તમારા વર્ક ટાઈમના હિસાબથી કરી શકાય છે. એવુ નથી કે નેશનલ સર્વિસ પોર્ટલ સેવાનો લાભ ફક્ત ઈંટરનેટના માહિતગાર લોકો જ લઈ શકશ પણ ઈંટરનેટ વિશે ઓછુ જાણનારા લોકોને પણ આ સેવાઓ પુરી પાડવામાં આવશે. 
 
કોલ સેંટરની સુવિદ્યા - શ્રમ મંત્રાલયે કેરિયર સાથે જોડાયેલ સેવાઓ માટે કૉલ સેંટર પણ બનાવ્યુ છે. તેના દ્વારા અભણ લોકો અને શારીરિક રૂપે અક્ષમ લોકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. કૉલ સેંટર વિવિધ ક્ષેત્રીય ભાષાઓમાં આવા ઉમેદવારની મદદ કરશે. 
 
આગળના પેજ પર જોબ સાથે ટ્રેનિંગ પણ અપાવશે... 

નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ પર જોબ અને જોબ માટે યોગ્ય ટ્રેનિંગ માટે ફીચર છે કેરિયર ઈનફોરમેશન. તેમા તમે સેક્ટર મુજબ જોબ શોધી શકો છો. જેવી કે કૃષિ, ઓટોમોટિવ જૈમ એંડ જ્વેલરી, મીડિયા, ટેલિકોમ, ટ્યૂરિજમ, ફૂડ ઈંડસ્ટ્રી, પ્રિટિંગ, રિયલ એસ્ટેટ પાવર, પ્રાઈવેટ સિક્યોરિટી વગેરે. કોઈ સેક્ટરને કરતા જ તમને એ ક્ષેત્રની નવી જોબ અને ટ્રેનિંગની પુરી માહિતી આપવામાં આવશે. 
 
નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ તમને યોગ્ય જોબ અપાવવા મદદ કરવા ઉપરાંત તમે જે ક્ષેત્રમાં જવા માંગો છો તેની ખાસ ટ્રેનિંગ અપાવવામાં મદદ પણ કરશે.  આ માટે તમારે આ પોર્ટલની સ્કીલ પ્રોવાઈડર ફીચર પર જવુ પડશે. અહી તમે તમારી પ્રોફાઈલ બનાવીને  એવા લોકો વિશે જાણી શકો છો જે તમારી જેમ ટ્રેનિંગ ઈચ્છે છે. અહી સ્કીલ ટ્રેનિંગ અને પ્લેસમેંટ પ્રોગામ્સની માહિતી લઈ શકો છો. 
 
અહી એવી ટ્રેનિંગ સેંટર્સની માહિતી લઈ શકાય છે. જે તમારી આસપાસ જ છે. આ  પોર્ટલ પર તમે નિમણૂંકકર્તા તરફથી નવી જૉબ વિશે આપી શકો છો. તમારી તરફથી પોસ્ટ કરવામાં આવેલ ન્યૂ જોબને જોઈ શકે છો અને તેને અપડેટ કરી શકો છો. 
 
તમે જે પોસ્ટની વેકેંસી પોસ્ટ કરી ચુક્યા છો તે માટે યોગ્ય ઉમેદવારની પ્રોફાઈલ સર્ચ અને ડાઉનલોડ કરી શકો છો. અહીથી તમે યોગ્ય ઉમેદવારોને ઈંટરવ્યુ ઈનવાઈટ મોકલી શકો છો. પોર્ટલના બેનર તળે આયોજીત થનારા ઈવેંટ્સ અને જૉબ ફેયર્સમાં ભાગ લઈ શકો છો. 

આગળના પેજ પર.. આ લિંગ દ્વારા કેરિયર વેબસાઈટ પર જઈ શકો છો. 

 
આ લિંક પર ક્લિક કરીને તમે સીધા આ પોર્ટલ પર જઈ શકો છો. અહી મળી રહેશે સેવાઓનો ઉપયોગ કરવા માટે તમારે અહી રજીસ્ટ્રેશન કરાવવુ પડશે જે લોગઈન બોક્સના ન્યૂ યૂજર સાઈન અપ લિંક સાથે કરી શકાય છે.  રજિસ્ટ્રેશન કરતી વખતે તમારે સિલેક્ટ કરવુ પડશે કે તમે ઉમેદવાર છો કે નિયોક્તા છો. લોકલ સર્વિસ, હાઉસહોલ્ડ છો કે પછી અન્ય. બધા પ્રકારના યૂઝર્સ માટે આધાર કાર્ડને લિંગ કરવુ જરૂરી છે. કંપનીઓ/સંસ્થાઓને જરૂરી દસ્તાવેજ જમા કરાવવાના હોય છે. આ લિંક પર કરો ક્લિકhttp://www.ncs.gov.in/Pages/default.aspx