શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2018-19
Written By
Last Updated : શુક્રવાર, 19 જાન્યુઆરી 2018 (17:08 IST)

Budget 2018 - મોદી સરકાર ચૂંટણી પહેલાના પોતાના અંતિમ બજેટમાં મધ્યવર્ગને રાહત આપશે

પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર 2019ની લોકસભા ચૂંટણઁઈ પહેલા પોતાના અંતિમ અંદાજપત્રમાં મધ્યમવર્ગને મોટી રાહત આપી શકે છે.  ચૂંટણીમાં ઉતરતા પહેલા સરકાર મિડલ ક્લાસને પોતાની તરફ કરવા માટે રાહત આપી શકે છે. મધ્ય્મવર્ગને બીજેપીનો સૌથી મોટો આધાર માનવામાં આવે છે. બજેટને લઈને સરકાર વચ્ચે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સરકાર અને પાર્ટીના એક મોટા વર્ગનુ કહેવુ છે કે બજેટમાં મિડલ ક્લાસને વિશેષ ફાયદો કરાવવાથી 2019માં ભાજપને ફરી એકવાર ફાયદો થઈ શકે છે. આ માટે સરકાર ટેકસ છૂટ, હેલ્થ ઇંશ્યોરન્સ પર વધારાના લાભ, એફડી પર વધુ વ્યાજ જેવી જાહેરાત કરી શકે છે. કેમ કે પાછલા થોડા સમયથી શેરબજારમાં ઉછાળો અને મ્યચ્યુઅલ ફંડમાં ભારે રિટર્નના કારણે સરકારી રોકાણ યોજનાઓમાં આકર્ષણ ઘટ્યું છે. તેમજ તાજેતરમાં જ નાણાં પ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે સરકાર લોકો પાસે વધુને વધુ ફંડ રહે તેના પર વિશ્વાસ કરે છે.  જો આવુ કરવામાં આવશે તો  લોકો વધુ ખર્ચ કરશે અને રોકાણ કરશે જેનો લાંબાગાળે દેશના અર્થતંત્રને ફાયદો મળશે.
 
જોકે, કોર્પોરેટ ટેકસમાં ઘટાડો અને જીસટીના કારણે રેવન્યુ ઘટવાને કારણે સરકારને આવકના અન્ય રસ્તાઓ અંગે વિચાર કરવો પડશે. સૂત્રો મુજબ સરકારનો એક પક્ષ સ્ટોક માર્કેટ ટ્રાન્ઝેકશન પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેકસ વધારવાના પક્ષમાં છે. જે મુજબ રૂ.5 લાખ સુધીના ટ્રાન્ઝેકશન પર રાહત મળશે. આ ઉપરાંત તેના પર લાગતા ટેકસ ચાર્જીસને પણ 10 ટકા સુધી ઘટાડવામાં આવી શકે છે. આ રીતે મોદી સરકાર ગરીબ અને મધ્યમ વર્ગને પોતાની તરફ કરવા માટે લલચાવનારુ બજેટ રજૂ કરવાના મૂડમાં છે. 
 
તાજેતરમાં જ સરકારે 200 જેટલી આઇટમ્સને GSTના 28% ટેકસના સ્લેબમાંથી બહાર કરી છે. નામ ન જણાવવાની શરતે એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, 'સરકારના આ નિર્ણયથી 5000  રોકાણકારોની મૂડી પર સીધી અસર થશે પરંતુ તેની સામે 5  કરોડ પરિવારોને સીધો જ ફાયદો થશે. આ જોતા સરકારે વધુ લોકોના ફાયદા માટે આ નિર્યણ લીધો છે.' તો સૂત્રો મુજબ વડાપ્રધાન મોદી નાણાં પ્રધાન અરુણ જેટલી સાથે ચર્ચા કર્યા બાદ રાજકીય રીતે પણ અતિ મહત્વની એવી ટેકસમાં છૂટછાટ અંગેની જાહેરાત કરી શકે છે.