મોદી સરકાર માટે ગુડ ન્યુઝ, Moody's એ 13 વર્ષ પછી વધાર્યુ ભારતનુ રૈકિંગ

નવી દિલ્હી., શુક્રવાર, 17 નવેમ્બર 2017 (10:58 IST)

Widgets Magazine

આર્થિક મોરચા પર માટે સતત સારા સમાચાર આવી રહ્યા છે. વર્લ્ડ બેંકની ઈઝોફ ડુઈંગ બિઝનેસ લિસ્ટમાં શાનદાર બઢત પછી હવે દેશોને ક્રેડિટ રેટિંગ આપનારી અમેરિકી સંસ્થા મૂડીઝે સૉવરેન દેશોની રેટિંગમાં ભારતના સ્થાનમાં સુધારો કરતા તેને બીએએ2 કરી નાખ્યુ છે. મૂડીઝ દ્વારા કરવામાં આવેલ આ સુધાર ભારત માટે મોટુ સકારાત્મક પગલુ છે. 
 
ભારત હવે બીએએ-3 ગ્રુપથી આગળ આવીને બીએએ-2 ગ્રુપમાં આવી ગયુ છે. મુડીઝનું આ રેટીંગમાં સુધારાનું કારણ ભારત દ્વારા કરવામાં આવી રહેલા આર્થિક અને સંસ્થાકીય સુધારાઓ છે. આ રેટીંગ લગભગ 13 વર્ષ બાદ ફેરફાર થયો છે. આ પહેલા 2004માં ભારતનું રેટીંગ બીએએ-૩ હતુ. આ પહેલા 2015માં રેટીંગનું સ્ટેબલથી પોઝીટીવની કેટેગરીમાં રાખવામાં આવ્યુ હતુ.
 
અમેરિકન ક્રેડીટ રેટીંગ એજન્સી મુડીઝે ભારતના સોવરન ક્રેડીટ રેટીંગને એક અંક ઉપર કર્યુ છે. મુડીઝે રેટીંગ અપગ્રેડ કરવાનો ફેંસલો એ આશાએ લીધો છે કે આર્થિક અને સંસ્થાકીય સુધારાઓની દિશામાં સતત પગલા લેવાથી ભવિષ્યમાં ભારતમાં ઉચ્ચ વૃધ્ધિની સંભાવનાઓ વધશે અને સરકારી કર્જ માટે તેનો મોટો અને સ્થિર નાણાકીય આધાર તૈયાર થશે. મુડીઝનું કહેવુ છે કે ભારત સરકારની નીતિઓની અસર અર્થવ્યવસ્થા ઉપર જોવા મળી રહી છે. ભારતીય અર્થવ્યવસ્થામાં ટકાઉ ગ્રોથ અને દેવામાં ઘટાડો જોવા મળ્યો છે જેની નક્કર અસર તેના જીડીપી ઉપર પડી છે.
 
એજન્સીએ ભારતીય વિદેશી મુદ્રા બોન્ડના રેટીંગમાં વધારો કરતા બીએએ-રથી ઘટાડીને બીએએ-1 કરી દીધેલ છે. મુડીઝનું આ રેટીંગ વર્લ્ડ બેંકની કારોબાર કરવામાં સરળતા ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસના રિપોર્ટના થોડા દિવસ બાદ આવેલ છે. ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસમાં ભારતના રેન્કીંગ 30 પોઇન્ટનો સુધારો થયો છે. આ વર્ષના રિપોર્ટમાં ભારત વિશ્વભરના 189 દેશોમાં 100મું સ્થાન મેળવી લીધેલ છે.  મુડીઝના રિપોર્ટને માનીએ તો હવે નિવેષની સ્થિતિ સુધરશે. સરકારે જે નિર્ણયો લીધા છે તેનાથી વેપાર, વિદેશી રોકાણ વગેરેની સ્થિતિ બદલશે. આ સિવાય આધાર, ડીબીટી જેવા સુધારાથી પણ નોનપફોર્મીંગ લોન અને બેન્કીંગ સિસ્ટમમાં સુધારો થયો છે. મુડીઝે કહ્યુ છે કે, મોદી સરકારે જે સુધારા કર્યા છે તેની અસર લાંબાગાળે દેખાશે. મુડીઝનું અનુમાન છે કે જીડીપી ગ્રોથ માર્ચ-2018 સુધીમાં 6.7  ટકા રહેશે અને 2019માં તે 7.5  ટકા સુધી પહોંચી જશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મોદી સરકાર ગુડ ન્યુઝ ભારતનુ રૈકિંગ ગુજરાતી સમાચાર ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ તાજા સમાચાર મોદી પ્રધાનમંત્રી વિધાનસભા ચૂંટણી Moody's Gujrati News Gujarati Samachar Gujarati News Gujarat News Gujarati News Paper Gujarati News Live News In Gujarati Latest Gujarati News Gujarati Breaking News Daily Gujarati News Breaking National News Latest Gujarati News Live National News In Gujarati Latest Gujarati News Online Latest National News In Gujarati Latest India News In Gujarati News Of India In Gujarati

Loading comments ...

વ્યાપાર

news

GSTના દરમાં ફેરફારથી બજારમા રાહત, અનેક કપનીના શેરમા ઉછાળો

જીએસટીથી નારાજ સામાન્ય જનતા અને વેપારીઓ માટે સારા સમાચાર છે. જીએસટી કાઉન્સીલની બેઠકમાં ...

news

સુરતમાં નોટબંધી મુદ્દે આમ આદમી પાર્ટીના દેખાવો

આજે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સુરતમાં નોટબંધીનો કાળો દિવસ મનાવશે તેની સાથે સાથે આમ ...

news

#AntiBlackMoneyDay - જામનગરમાં કોંગ્રેસના કાર્યકરોએ નોટબંધીનો કાળો દિવસ મનાવ્યો

જામનગરમાં કોંગ્રેસ દ્વારા નોટબંધીના વિરોધમાં કાળો દિવસ મનાવવામાં આવ્યો છે. જામનગર શહેર ...

news

સુરતના વેપારીઓ સાથે રાહુલ ગાંધીનો સંવાદ, પોલીસ વેપારીઓને ડરાવે છે

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરી સુરત આવી પહોંચ્યા છે. હવે તેઓ વેપારી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine