મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 19 સપ્ટેમ્બર 2017 (15:27 IST)

આ 5 કારણોસર મોદી સરકાર રોહિંગ્યા મુસલમાનોને ભારતમાં આશરો આપવા માંગતી નથી

રોહિંગ્યા મુસલમાનોના ભારતમાં રહેવાને લઈને કેન્દ્ર સરકારે પોતાનુ વલણ સ્પષ્ટ કર્યુ છે. રોહિંગ્યા મુસલમાનને મ્યાંમાર પરત મોકલવાના લઈને કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને પોતાનો જવાબ સોંપી દીધો છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં 16 પાનાનું સોગંધનામુ સોપ્યુ છે. જેમા તેમને કહ્યુ કે રોહિંગ્યા આ દેશમાં રહી શકતા નથી. હવે આ મામલે આગામી સુનાવણી 3 ઓક્ટોબરના રોજ થશે. 
 
પ્રથમ કારણ - કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને સોગંધનામુ સોંપીને જવબ આપ્યો છે. જેમા કેન્દ્રએ કહ્યુ છે કે રોહિંગ્યા મુસલમાનોને દેશમાં રહેવુ ગેર કાયદેસર છે.  રોહિંગ્યા મુસલમાન ગેરકાયદેસર ગતિવિધિઓમાં પણ સામેલ છે.  જેવા કે પોતાના બીજા સાથીઓ માટે નકલી પેન કાર્ડ અને વોટર આઈડી કાર્ડ બનાવડાવવા. કેટલાક રોહિંગ્યા માનવ તસ્કરીમાં પણ સામેલ છે. 
 
બીજુ કારણ - દેશમાં લગભગ 40 હજાર રોહિંગ્યા મુસલમાન રહે છે. આ ખૂબ મોટી સંખ્યા છે. આ કારણે સુરક્ષા સાથે સંકળાયેલી પરેશાનીઓ પણ આવી શકે છે. 
 
ત્રીજુ કારણ - દેશની સુરક્ષાની વાત કરતા કેન્દ્રએ કહ્યુ છે કે રોહિંગ્યા મુસલમાન આતંકવાદમાં સામેલ છે. તેમના પાકિસ્તાન અને આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સાથે પણ સંપર્ક છે જે આપણ દેશ માટે સંકટ છે. તેથી તેઓ અહી રહી શકતા નથી. 
 
ચોથુ કારણ - દેશમાં જે બૌદ્ધ લોકો રહે છે તેમની સાથે પણ હિંસા થવાની શક્યતા છે. 
 
પાંચમુ કારણ - કેન્દ્રનુ કહેવુ છે કે ભારતના કોઈપણ ભાગમાં રહેવુ અને વસવાટનો અધિકાર ફક્ત ભારતીય નાગરિકોને છે. 
 
સરકારનો આ જવાબ બે રોહિંગ્યા મુસલમાનોની અરજી પર નોટિસના જવાબમાં આવ્યો છે. આ અરજીકરતાઓની તરફથી જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે પેરવી કરી હતી. જ્યારપછી ન્યાયાલયે કેન્દ્રને નોટિસ આપીને જવાબ માગ્યો હતો. 
 
ઉલ્લેખનીય છે કે મ્યામાંરમાં હિંસાને કારણે છેલ્લા ત્રણ અઠવાડિયામાં લગભગ 380,000 રોહિંગ્યા લોકો ભાગીને બાંગ્લાદેશમાં શરણ લઈ ચુક્યા છે.  હિંસાને કારણે મ્યામાંરના રખાઈન શહેરમાં લગભગ 30,000 બૌદ્ધ અને હિન્દુ પણ વિસ્થાપિત થયા છે.  માનવાધિકાર સંગઠનોનુ કહેવુ છે કે મ્યામાંરની સેનાએ આરસાના હુમલાની આડમાં લગભગ 11 લાખ રોહિંગ્યા મુસલમાનોને ભગાડવાનુ અભિયાન શરૂ કર્યુ છે.  મ્યામાંરની સરકારે આરોપોથી ઈનકાર કર્યો છે.