કમોસમી માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી, કપાસ સહિતના પાકને નુકસાન

મંગળવાર, 5 ડિસેમ્બર 2017 (12:21 IST)

Widgets Magazine
crop

ઓખી વાવાઝોડાને કારણે  ગુજરાતના અનેક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને આ કમોસમી વરસાદને કારણે પોતાના પાકને નુકસાન પહોંચવાની ચિંતા છે. જૂનાગઢ એગ્રીકલ્ચર યૂનિવર્સિટીના ડોં. આર.કે.મથુકિયાએ જણાવ્યું હતું કે, આ વાતાવરણના કારણે સૌરાષ્ટ્રમાં જીરા અને કોથમીરના પાકને નુકસાન પહોંચશે. આ પાકની વાવણી એક મહિના પહેલા જ કરવામાં આવી છે અને તેની લણણી માટે પણ હજી એક મહિનાની વાર છે. કમોસમી વરસાદ ઘઉં અને ચણાની વાવણી માટે મદદરુપ સાબિત થશે. અન્ય પાકોની વાવણી થઈ ગઈ છે, માટે બની શકે કે આ વાતાવરણને કારણે તેમાં ઉપદ્રવ થાય. અને જીરામાં આ શક્યતા ઘણી વધારે છે.

ભરૂચમાં કપાસના પાકની લણણી કરવાની હજી બાકી છે અને આ વરસાદને કારણે તેની ગુણવત્તામાં ચોક્કસપણે ફરક જોવા મળશે. વરસાદને કારણે કપાસ પીળો પડી જાય છે. ઉત્તર ગુજરાતમાં જીરાના પાકને નુકસાન થાય તેવી શક્યતાઓ છે. ખેડૂતોને ચિંતા છે કે વાવાઝોડાને કારણે ફૂંકાતા ભારે પવન અને વરસાદને કારણે તેમના પાકને નુકસાન થઈ શકે છે. જો કે આ વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં ખાંડના પાકને ફાયદો થસે. કારેલા, દૂધી, જેવા પાકને નુકસાન થઈ શકે છે. આ સિવાય ટામેટા, મરચાં, રિંગણ વગેરેના પાકને પણ અસર થશે. વરસાદ કેટલો અને કેવો પડે છે તેના પરથી નક્કી થશે કે પાકને કેટલું નુકસાન થશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

સુરતમાં મનમોહનનો વેપારીઓ સાથે સંવાદ, GSTથી ટેક્સ ટેરરિઝમ જોવા મળ્યું

આજે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે સુરતના ઉદ્યોગપતિઓ, આગેવાનો સાથે સંવાદ યોજાયો હતો. જેમાં ...

news

#HT લીડશિપ સમિટ : ચીન અમેરિકાથી આગળ જશે ભારત - મુકેશ અંબાણી

રિલાયંસ ઈંડસ્ટ્રીઝના ચેયરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીનુ કહેવુ છે કે આજે ડેટા ...

news

અમદાવાદમાં જાપાનના પીએમ આબે અને મોદીની મુલાકાત દરમિયાન ડેકોરેશનનું બિલ 4 કરોડ રૂપિયા - આરટીઆઈમાં ખુલાસો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે માસ પૂર્વે અમદાવાદ પધાર્યા હોય અને ઇન્ડો જાપાન સમીટ મુલાકાત ...

news

નોટબંધી પછી હવે મોદી ચેકબંધીના મુડમા ?

દેશમાં કેશલેસ ટ્રાંજેક્શનને પ્રોત્સાહન આપવા અને કાળાનાણાના વેપાર પર લગામ લગાવ્યા પછી હવે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine