શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 6 સપ્ટેમ્બર 2014 (17:52 IST)

શું દિવસો આવ્યા છે, શાક કરતા સફરજન સસ્તા

હિમાચલ પ્રદેશમાં પડેલી હિમવર્ષાને કારણે આરોગ્ય માટે સારા ગણાતા સફરજનના ઉત્પાદનમાં થયેલા વધારાને પગલે તેના ભાવમાં પણ ઘટાડો થયો છે. અમદાવાદ સહિત રાજયભરમાં ૧૭૦ના કિલોના ભાવે વેચાતા સફરજન અત્યારે ૭૦ના ભાવે વેચાઈ રહ્યાં છે.

હિમાચલપ્રદેશમાં માર્ચ સુધી બરફ છવાયેલો રહ્યો હતો. પરિણામે જમીનમાં નોંધપાત્ર ભેજની પરિસ્થિતિ ઊભી થઈ હતી. ઘણી સારી હિમવર્ષા અને ઠંડીના પરિણામે સફરજનના ચોડને આદર્શ હવામાનની સ્થિતિ પૂરી પડતા વિપુલ પ્રમાણમાં સફરજનનું ઉત્પાદન થયું છે. સામાન્ય રીતે શિયાળાના મહિનાઓ દરમિયાન સફરજનના ઉત્યાદન માટે ૧૨૦૦થી ૧૮૦૦ કલાક ઠંડીની જરૂર રહે છે. જયારે અન્ય ફળો માટે એક હજાર કલાકની જરૂર રહે છે. માર્ચ મહિનામાં સફરજનના છોડ ઉપર ફળ બેસવાની શરૂઆત થાય છે. જે એપ્રિલમાં ખીલી ઉઠે. હિમાચલ પ્રદેશમાં સફજનનું મબલખ ઉત્યાદન થતા બજારમાં નવા સફરજન જંગી માત્રમાં ઠલવાયા છે. જેની સીધી અસર તેના ભાવ પર જોવા મળી રહી છે. ૧૭૦-૧૮૦ના ભાવે કિલો વેચાતા સફરજન અત્યારે ૭૦માં વેચાઈ રહ્યાં છે.