લીંબુના ભાવમાં ભડકો, ઉનાળા પહેલાં 25ના કિલો અને હવે 20 રુપિયાના 100 ગ્રામ

મંગળવાર, 27 માર્ચ 2018 (12:11 IST)

Widgets Magazine


ઉનાળાની ભયંકર ગરમી અત્યારથી જ ગુજરાતીઓને દઝાડી રહી છે. ત્યારે પાણીના પોકારોનો અંત નથી અને લોકો પોતાની તરસ છીપાવવા તથા ગરમીની લૂથી બચવા માટે લીંબુ શરબતનો ઉપયોગ કરે છે ત્યારે હવે લીંબુના ભાવ પણ આસમાને આંબી ગયાં છે. હાલમાં અમદાવાદમાં લીંબુના ભાવમાં 400 ગણો વધારો ઝિંકાયો છે. ઉનાળા સિવાયના દિવસોમાં રૂપિયા 25ના કિલો લેખે મળતા હતા. પરંતુ હાલમાં રૂપિયા 20ના માત્ર સો ગ્રામ મળે છે. ભોજનમાં ખટાશ લાવવા કોકમ અને આમલીનો ઉપયોગ વધી ગયો છે. અચાનક ભાવ વધતાં ગૃહિણીઓએ સસ્તા શાકભાજી માટે કાલુપુર અને જમાલપુર માર્કેટમાં પતિદેવોને સાથે જઈને ખરીદી કરવાનું ચાલુ કર્યુ છે. ઉનાળામાં શેરડીનો રસ, છાશ અને તરબૂચનું ધૂમ વેચાણ થતુ હોય છે. પરંતુ ગરમી સામે રક્ષણ આપતી આ તમામ ચીજોના ભાવમાં પણ વધારો નોંધાયો છે. સામાન્ય દિવસોમાં રૂપિયા 10માં મળતી છાશના રૂપિયા 15 થી 20 થઈ ગયા છે. જયારે તરબૂચના હોલસેલ માર્કેટમાં રૂપિયા 240માં 20 કિલો લેખે વેચાઈ રહ્યા છે. જયારે રિટેઈલ માર્કેટમાં રૂપિયા 25નું કિલો લેખે વેચાણ થાય છે. ઉનાળામાં ગરમીની શરૃઆત થતા જ લીંબુનો વપરાશ વધી ગયો છે. જેના લીધે રૂપિયા 25ના કિલોએ મળતા લીંબુ અત્યાર રિટેઈલમાં રૂપિયા 20માં 100 ગ્રામ મળે છે. એટલે રૂપિયા 200 કિલોમાં લીંબુ વેચાઈ રહ્યાં છે. લીલા શાકભાજી પણ મોંઘાદાટ બની ગયાં છે. શાકભાજીના ભાવમાં રૂપિયા 10 થી 20નો વધારો થયો છે. જો કે, આગામી દિવસોમાં શાકભાજીના ભાવો વધવાના એંધાણ વેપારીઓ આપી રહ્યાં છે. બીજી તરફ કાલુપુર અને જમાલપુર શાક માર્કેટમાં લીંબુ અને શાકભાજી સસ્તા મળતા હોવાથી ગૃહિણીઓએ ખરીદી કરવાનું શરૂ કરી દીધું છે. કાલુપુર અને જમાલપુર શાક માર્કેટમાં ભાવો સસ્તા હોય છે પણ બે કિલોથી પાંચ કિલો ખરીદે તો સસ્તું પડે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

શિયાળામાં પડેલા કમોસમી વરસાદથી ઓછા પાકના કારણે કેસર કેરીની કિંમતો વધુ રહેવાની શક્યતા

શિયાળામાં પડેલા કમોસમી વરસાદથી ઓછા પાકના કારણે કેસર કેરીની કિંમતો વધુ રહેવાની શક્યતા ...

news

સૌરભ પટેલના ઉર્જા વિભાગનો વાઇબ્રન્ટ વહીવટ - સરકારી કંપનીઓનું વીજ ઉત્પાદન ઘટયું, ખાનગી કંપનીઓનું વધ્યું

રાજ્ય ઉર્જાવિભાગમાં સરકાર હસ્તકની વીજકંપનીઓએ જાણે લાખના બાર હજાર કર્યાં છે. મંત્રી સૌરભ ...

news

ફેસબુકના માલિક ઝુકરબર્ગે જેટલુ 8 વર્ષમાં કમાવ્યુ એટલુ 5 દિવસમાં ડુબાવ્યુ

ફેસબુક ડેટા લીકને લઈને ઉઠેલો વિવાદ થમવાનુ નામ નથી લઈ રહ્યો. કંપનીના સંસ્થાપક માર્ક ...

news

ફેસબુક ડેટા લીક - ફેસબુક એકાઉંટ ડિલીટ ન કરશો.. આ રીતે સિક્યોર કરો

બ્રિટિશની ડેટા એનાલિટિક્સ કંપની કૈંબ્રિજ એનાલિટિકા પર આરોપ છે કે અમેરિકામાં વર્ષ 2016માં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine