શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 26 ફેબ્રુઆરી 2015 (16:24 IST)

રેલ બજેટની 10 વિશેષતાઓ - રેલ બજેટ 2015-16 ની દસ મુખ્ય બિંંદુઓ

રેલ મંત્રી સુરેશ પ્રભુએ ગુરૂવારે સંસદમાં 2015-16 માટે રેલ બજેટ રજુ કર્યુ. રસપ્રદ વાત એ રહી કે તેમણે બજેટમાં કોઈ નવી ટ્રેનની જાહેરાત ન કરી. જોકે તેમણે કહ્યુ કે સમીક્ષા પછી ટૂંક સમયમાં જ નવી ટ્રેનોની જાહેરાત કરવામાં આવશે. 
 
રેલ બજેટ 2015-16 ની દસ મુખ્ય વાતો 
 
1. રેલ મુસાફરી ભાડુ નહી વધે. 
2. 60 દિવસને બદલે 120 દિવસ પહેલા ટિકિટ બુક કરી શકાશે. પેપરલેસ ટિકટિંગ પર જોર 
3. નવી ટ્રેનોનુ હાલ એલાન નહી. સમીક્ષા ચાલી રહી છે. આ સત્રમાં થશે એલાન 
4. રાજધાની અને શતાબ્દી સહિત બધી ટ્રેનોની સરેરાશ સ્પીડ વધારવામાં આવશે. ગીર્દીવાળી ટ્રેનોમાં વધુ ડબ્બા જોડવામાં આવશે 
5. વરિષ્ઠ નાગરિકો માટે લોઅર બર્થની સીટો વધુ અનામત રહેશે. 
6. રેલવેમાં હવે બધી ભર્તીયો માટે ઓનલાઈન અરજી થશે. 
7. 400 રેલવે સ્ટેશનો પર વાઈ-ફાઈ સુવિદ્યા, 10 સેટેલાઈટ રેલવે સ્ટેશન વિકસિત થશે. 
8. 970 રેલવે ઓવર બ્રિઝ કે રેલવે અંડર બ્રિઝ બનાવવામાં આવશે. 3438 માનવરહિત ક્રોસિંગ ખતમ કરવામાં આવશે. 
9. 4 રેલવે રિસર્ચ ઈંસ્ટીટ્યુટ ખોલશે. બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં માલવીય ચેયર ફોર રેલવે ટેકનોલોજીની જાહેરાત 
10. સ્વચ્છતા પર જોર.. બાયોટૉયલેટ પણ બનાવવામાં આવશે.