1 જાન્યુઆરીથી બધી ટ્રેનોમાં મળશે આ સુવિદ્યા

બુધવાર, 21 ડિસેમ્બર 2016 (09:03 IST)

Widgets Magazine


 
 
નવી દિલ્હી. નવા વર્ષથી રેલ મુસાફરોને દેશભરમાં બધી ટ્રેનોમાં વિકલ્પની સુવિદ્યા મળશે. આ સુવિદ્યા 1 જાન્યુઆરીથી લાગૂ થશે. આ યોજના હેઠળ તમારી વેટિંગ ટિકિટ જો એ ટ્રેનમાં કંફર્મ નથી થતી તો રેલ વિભાગ તમને ફોન કરી એ રૂટની બીજી ટ્રેનમાં ટિકિટ કંફર્મ કરવાની ઓફર કર્સહે.  તમારી મંજુરી પછી એ બીજી ટ્રેનમાં તમારી બર્થ કંફર્મ કરી દેવામાં આવશે અને તેની માહિતી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર એસએમએસ દ્વારા આપવામાં આવશે. આ સુવિદ્યા રહેશે ફ્રી ભારતીય રેલ તમને આ સુવિદ્યા મફત આપશે.  મતલબ રેલવે આ માટે તમારી પાસેથી એક પણ રૂપિયો ચાર્જ નહી લે.  બીજી બાજુ જો તમે રૂટની બીજી ટ્રેનમાં મુસાફરી કરવા માટે તૈયાર નથી તો તમે તમારી ટિકિટ કેંસલ કરાવી શકો ક હ્હો. આ નિર્ણયથી જ્યા એક બાજુ ટ્રેનમાં હવે વેટિંગ ટિકિટની સાથે મુસાફરી કરવાની પરેશાનીનો અંત આવી જશે તો બીજી બાજુ રેલવેને સારી કમાણી થવાની આશા છે. 
 
રિઝર્વેશન સિસ્ટમથી જરૂરી ફેરફારનો આદેશ 
 
રેલવે દેશમાં ચાલનારી બધી ટ્રેનો માટે વિકલ્પ ટિકિટની સુવિદ્યા આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે રેલવે બોર્ડે રેલવે પીએસયૂ CRIS (રેલવે સૂચના પ્રણાલી કેન્દ્ર)ને પોતાના સૉફ્ટવેયરમાં જરૂરી ફેરફાર કરવાનો પણ આદેશ આપ્યો છે.  CRISને કહેવામાં આવ્યુ છે કે તે 31 ડિસેમ્બર સુધી રેલવે રિઝર્વેશન સિસ્ટમમાં બધા જરૂરી ફેરફાર કરી લે. જેનાથી રેલ મુસાફરોને આગામી વર્ષે 1 જાન્યુઆરીથી વિકલ્પ ટિકિટની સુવિદ્યા પુરી પાડવામાં આવી શકે. 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

આ રીતે 5 મિનિટમાં જાણી લો તમારા PF એકાઉન્ટમાં કેટલો છે પૈસો

તમે સરકારી નોકરી કરી રહ્યા હોય કે પ્રાઈવેટ જોબ, દર મહિને તમારી સેલેરીમાંથી એક અમાઉંટ ...

news

ટ્રેનમાં જો તમારું RAC સ્ટેટસ છે તો કન્ફર્મ બર્થ નહી મળે

રેલવેએ સર્કુલર રજુ કર્યુ છે કે તમારી રેલ ટિકિટનુ સ્ટેટસ જો આરએસીમાં આવી જાય છે તો ભૂલી ...

news

આજે આ સ્થાનો પર 500ની જૂની નોટ ચલાવવાની અંતિમ તિથિ, ત્યારબાદ રહેશે એક જ Option !

1000ના નોટને બજારમાં હવે નથી ચાલી રહી. આ જ રીતે 500ના નોટની પણ આજે અંતિમ તારીખ છે. જો ...

news

નૌસેના(Navy)માં ખેલાડીઓ માટે અધિકારી બનવાની ઉત્તમ તક

ભારતીય નૌસેના અવિવાહિત પુરૂષ ખેલાડીઓ માટે અધિકારી બનવાની તક લઈને આવી છે. નૌસેનાની કી ...

Widgets Magazine