શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મુંબઈ. , શુક્રવાર, 10 મે 2019 (12:16 IST)

રિલાયંસ બ્રાંડ્સ લિમિટેડે ર્બિટિશ ટૉય રિટેલર હૈમ્લેજને ખરીદ્યુ

રિલાયંસ બ્રાંડ્સ લિમિટેડ રિલાયંસ ઈંડસ્ટ્રીઝની એક સહાયક કંપનીએ હૈમ્લેજ ગ્લોબલ હોલ્ડિંગસ લિમિટેડના અધિગ્રહણની જાહેરાત કરી છે.  રિલાયંસ બ્રાંડ્સએ હોંગકોંગમાં આવેલ સી બૈનર પાસેથી તેના 100 ટકા શેયર ખરીદીનો કરાર કર્યો છે. સી બેનર ઈંટરનેશનલ હૈમ્લેજ બ્રાંડની ઓનર છે.  લગભગ 259 વર્ષ પહેલા સન 1760માં સ્થાપિત હૈમ્લેજ વિશ્વની સોથી જૂની અને સૌથી મોટી રમકડાની દુકાન છે અને ત્યારબાદ આ ગ્લોબલ કંપનીમાં બદલાય ગઈ. બે સદીઓથી વધુ સમયથી હૈમ્લેજ સારા રમકડાથી બાળકોના ચેહરા પર સ્માઈલ લાવી રહી છે. હૈમ્લેજ પોતાના રમકડાની સારી ગુણવત્તા અને વિસ્તૃત રેંજના એક સારા મૉડલ સાથે વિસ્તાર કરવામાં સફળ રહી છે અને બાળકોની પસંદગી બની ગઈ છે. 
 
કંપનીએ થિયેટર અને મનોરંજન સાથે પોતાના રિટેલ નેટવર્કનો વિસ્તાર કર્યો છે.  વૈશ્વિક સ્તર પર હૈમ્લેજના 167 સ્ટોર છે જે 18 દેશોમાં છે.  ભારતમાં રિલાયંસ જ હૈમ્લેજની માસ્ટર ફ્રેંચાઈજી છે અને દેશના 29 શહેરોમાં 88 સ્ટોર્સનુ સંચાલન કરી રહી છે.  આ અધિગ્રહણ સાથે રિલાયંસ બ્રાંડ્સને એક પ્રમુખ બઢત મળશે અને ગ્લોબલ ટૉય ઈંટસ્ટ્રીમાં એક પ્રમુખ કંપનીના રૂપમાં ઉભરાશે. આ નવા ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા દર્શન મેહતા, પ્રેસિડેંટ અને સીઈઓ, રિલાયંસ બ્રાંડ્સએ કહ્યુ કે વીતેલા કેટલાક વર્ષોમાં અમે ભારતમાં હૈમ્લેજ બ્રાંડન હેઠ્ળ રમકડાનુ રિટેલ વેચાણ કરવામાં ઘણી સફળતા મેળવી છે અને તેને એક લાભપ્રદ બિઝનેસમાં બદલ્યુ છે. 250થી વધુ વર્ષ જુનુ ઈગ્લિશ ટૉય રિટેલરે આખા વિશ્વમાં બ્રિક્ર અને મોર્ટર રિટેલિંગના લોકપ્રિય થવાના ખૂબ પહેલા જ રિટેલિંગમાં મોટા સ્તર પર નવા પ્રયોગોની શરૂઆત કરી અને સફળતા પ્રાપ્ત કરી. 
 
આ આઈકોનિક હૈમ્લેજ બ્રાંડ અને બિઝનેસના વૈશ્વિક અધિગ્રહણ સાથે રિલાયંસ હવે ગ્લોબલ રિટેલિંગમાં એક મુખ્ય કંપની બનીને ઉભરાશે. વ્યક્તિગત રૂપે આ અમારુ ખૂબ જુનુ સપનુ હતુ જે આજે વાસ્તવિકતામાં બદલાય ગયુ. હૈમ્લેજે પોતાના પ્રમુખ સ્ટોર રીજેંટ સ્ટ્રીટ લંડનમાં 1881માં ખોલ્યુ હતુ. આ પ્રમુખ સ્ટોર 7 માળમાં ફેલાયુ છે અને 54000 વર્ગફીટથી વધુ એરિયામાં ગ્રાહકોને સેવાઓ પ્રદાન કરી રહ્યુ છે.  આ સ્ટોરમાં રમકડની 50 હજારથી વધુ લાઈંસ વેચાણ માટે મળી રહેશે.  આ લંડનનુ એક મુખ્ય ટુરિસ્ટ સ્થળ પણ છે અને આખી દુનિયામાંથી લોકો આ ટૉય સ્ટોરને જોવા અને તેમા ખરીદી કરવા માટે આવે છે. દર વર્ષે આ સ્ટોરમાં 50 હજારથી વધુ લાયંસ વેચાણ માટે મળી રહેશે. આ લંડનની કે મુખ્ય ટુરિસ્ટ સ્થળ પણ છે અને આખી દુનિયામાંથી લોકો આ  ટૉય સ્ટોરને જોવા અને તેમા ખરીદી કરવા માટે આવે છે. દર વર્ષે આ સ્ટોરમાં 50 લાખથી વધુ લોકો આવે છે.  આખી દુનિયામાંથી બાળકો અને કિશોર આ સ્ટોર પર આખુ વર્ષ થનારા વિવિધ આયોજનો, પ્રસ્તુતિયોમાં સામેલ થવા અને રમકડાના વિસ્તૃત ડિસ્પ્લેને જોવા માટે સ્ટોરમાં આવે છે.