શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ચેન્‍નઇ , શનિવાર, 23 જાન્યુઆરી 2016 (10:53 IST)

પુરને કારણે કારોને નુકશાન થવાથી BMW, OD, Marsidi Jaguar, Porsche જેવી મોંઘી કાર 2-2 લાખમાં

બીએમડબલ્‍યુ, ઓડી, મર્સીડીઝ, જગુઆર, પોર્શે, બેન્‍ટલે જેવી મોંઘીદાટ કારો ચેન્‍નઇમાં બે-બે લાખ રૂપિયામાં મળી રહી છે. ગયા મહિને આવેલા પુરને કારણે આ કારોને નુકસાન થયુ હતુ. વિમા કંપનીઓએ આ બધી કારોને ડેમેજ ગણાવી છે અને આ કારોની નિલામી થઇ રહી છે.
 
   ચેન્‍નાઇ-બેંગ્‍લોર હાઇવે પર કોરાટ્રક પાર્કમાં આ કારને જોવા માટે રાખવામાં આવી છે. લગભગ 10,000 કાર નિલામી માટે રાખવામાં આવી છે. તેમાં ર00થી વધુ મોંઘીદાટ કારો છે. કાર દેખો ડોટકોમ ઓકશન ડિવિઝનના સીઆઇઓ ગૌતમ કહે છે કે, મેં 2011 મોડલની ઓડીએ-4  કાર 3  લાખ રૂપિયામાં લીધી છે. દિલ્‍હીમાં આ કારનો 31.65  થી 40.79 લાખ રૂપિયા છે.
 
   આ જ રીતે મોંઘી કાર જેમ કે, પોર્શે સ્‍પોર્ટસ કુપેની કિંમત 5  લાખ રૂપિયાથી 15 લાખ રૂપિયાની વચ્‍ચે રાખવામાં આવી છે. દિલ્‍હીમાં તેની એકસ શોરૂમ પ્રાઇઝ 1.35 કરોડથી 2 કરોડ સુધીની છે. આ જ રીતે એસયુવીના અનેક મોડલ પણ 8 થી 9 લાખમાં મળે છે.
 
   ચેન્‍નાઇમાં ગયા મહિને આવેલા પુરને કારણે 30,000 કારને નુકસાન થયુ હતુ. જેમાંથી 10,000 કારની નિલામી થઇ રહી છે. આ બધી કારોમાં થોડી ખરાબી છે જે રિપેર થઇ શકે છે. કારની કિંમત તેના ઉત્‍પાદનનું વર્ષ અને કેટલુ નુકસાન થયુ છે તેના ઉપર નિર્ભર છે.  ઓછી કિંમતે કાર ખરીદવા બીજા રાજયોમાંથી પણ લોકો આવ્‍યા છે.