શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 10 એપ્રિલ 2015 (11:25 IST)

રોમિંગ કૉલ અને એસએમએસ દરો 1 મે થી ઘટશે

રોમિંગ દરમિયાન મોબાઈલ કોલ્સની દરો 23 ટકા ઘટશે. જ્યારે કે એસએમએસ મોકલવાના રોકાણમાં 75 ટકા સુધી કમી આવશે. ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ(ટ્રાઈ)  એ આ દરોની અધિકતમ સીમામાં કપાત કરી છે. જેનાથી રોમિંગમાં કૉલ અને એસએમએસના દરોમાં આગામી એક મે સુધી કમી આવશે. જો કે ટ્રાઈના આ આદેશ પછી ગ્રાહકોને એ યોજનાઓનો લાભ નહી મળે જેના હેઠળ ઘરેલુ સર્કલ  દરો પર રોમિંગ દરમિયાન કૉલ કરવા અને એસએમએસ મોકલવાની અનુમતિ હોય છે.    
 
ટ્રાઈએ ગુરૂવારે સંવાદદાતાઓને કહ્યુ - નિયામકે રાષ્ટ્રીય રોમિંગ કોલ્સ અને એસએમએસ પર વધુમાં વધુ દરમાં કમી કરી છે. આ ઉપરાંત ઓપરેટરોએ વિશેષ રોમિંગ દર પ્લાનની રજૂઆત કરવા અનિવાર્ય રહેશે. આ ફેરફાર એક મે 2015થી લાગૂ થશે.   
 
ટ્રાઈએ ટેલીફોન ઓપરેટરો દ્વારા રોમિંગમાં એસટીડી કૉલ્સ પર લેનારા અધિકતમ દરની સીમાને 1.5 રૂપિયા પ્રતિ મિનિટથી ઘટાડીને 1.15 રૂપિયા પ્રતિ મિનિટ કરી દીધા. રાષ્ટ્રીય એસએમએસની અધિકતમ દરની સીમાને 1.5 રૂપિયા પ્રતિ એસએમએસથી ઘટાડીને 38 પૈસા પ્રતિ મિનિટ કર્યા છે.  
 
આ ઉપરાંત ઓપરેટર દરેક લોકલ એસએમએસ પર વધુમાં વધુ 25 પૈસાનો ચાર્જ લગાવી શકશે.  હાલ આ દર એક રૂપિયા પ્રતિ એસએમએસ છે. આ ઉપરાંત ઓપરેટર લોકલ કે સ્થાનીક કૉલ પર વધુમાં વધુ 80 પૈસા પ્રતિ મિનિટ વસૂલ કરી શકશે. અત્યાર સુધી આ સીમા એક રૂપિયા પ્રતિ મિનિટ છે. રોમિંગ દરમિયાન ઈનકમિંગ કૉલ પર મોબાઈલ ગ્રાહકને વધુમાં વધુ 45 પૈસા પ્રતિ મિનિટની ચુકવણી કરવી પડશે. જે હાલ 75 પૈસા પ્રતિ મિનિટ છે. 
 
બીજી બાજુ ગ્રાહકોને આંચકો આપતા નિયામકે રોમિંગ દર પ્લાન આરટીપી અને આરટીપી-એફઆરને સમાપ્ત કરી દીધા છે.  તેમા રાહકોને રોમિંગ રમિયાન તેમના ઘરેલુ સર્કલ કે સેવા ક્ષેત્રમાં સમાન ચાર્જ આપવો પડતો હતો. રોમિંગ દર પ્લાનની વ્યવસ્થા હેઠળ આઉટગોઈંગ વોયસ કોલ અને આઉટગોઈંગ એસએમએસ માટે ચાર્જના દરમાં ગ્રાહકોના ગંતવ્ય દેશમાં થવા પર કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.