રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 2 સપ્ટેમ્બર 2023 (18:38 IST)

રેશનકાર્ડ ધારકોને સરકારની ભેટ, આ રાજ્યમાં હવે માત્ર 428 રૂપિયામાં મળશે ગેસ

lpg cylinder
કેન્દ્ર સરકારે તાજેતરમાં ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યા બાદ રેશનકાર્ડ ધારકોને સરકાર તરફથી ભેટ મળી છે. કેન્દ્ર સરકારે સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યા બાદ ગોવા સરકારે મોટી જાહેરાત કરી છે,  ગોવાના સીએમએ કહ્યું, ‘પીએમ મોદીએ અગાઉ એલપીજી સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કરી હતી. ગોવા સરકારે એક પગલું આગળ વધીને AAY રેશનકાર્ડ ધારકોને દર મહિને વધારાના 275 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. 11,000 થી વધુ લોકો પાસે AAY (અંત્યોદય અન્ન યોજના) રેશન કાર્ડ છે. હવે તેમને કુલ 475 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. આનો અર્થ એ થયો કે લોકોને હવે સિલિન્ડર માત્ર 200 રૂપિયા જ નહીં પરંતુ રૂપિયા 475 સસ્તું મળશે. સીએમએ કહ્યું કે, પીએમ મોદીએ રક્ષાબંધનની ભેટ તરીકે 200 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કરી હતી અને અમે તે જ દિવસથી સબસિડી હેઠળ વિતરણ પણ શરૂ કરી દીધું છે.
 
રક્ષાબંધનના અવસર પર સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાના ઘટાડા બાદ પણ 14.2 કિલોનો સિલિન્ડર 903 રૂપિયા થઈ ગયો છે. દક્ષિણ ગોવામાં સિલિન્ડરની કિંમત 917 રૂપિયા છે. આ રીતે રૂ.903ની ગણતરી પર નજર કરીએ તો રૂ.200 ઉજ્જવલા યોજના અને રૂ.275 સરકારી સબસિડી મળ્યા બાદ સિલિન્ડરની કિંમત ઘટીને રૂ.428 થઇ જશે. જોકે, આવા લાભાર્થીઓએ સિલિન્ડરની સંપૂર્ણ કિંમત ગેસ એજન્સીને ચૂકવવી પડશે