1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , ગુરુવાર, 10 નવેમ્બર 2016 (17:08 IST)

વેસ્ટર્ન રેલવેએ 2 દિવસ માટે AC ફર્સ્ટ-સેકંડ ક્લાસ વેટિંગ ટિકિટ બુકિંગ પર રોક લગાવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી 500 અને 1000ના નોટ બેન કરવાની જાહેરાત પછી આપવામાં આવેલ  કેટલીક સગવડો વિરુદ્ધ જતા વેસ્ટર્ન રેલવેએ ટિકિટ બુકિંગથી લઈને નવુ ફરમાન જાહેર કર્યુ છે. રેલવેએ ત્રણેય પ્રકારના એસીના વેટિંગ પર રોક લગાવી દીધી છે.  વેસ્ટર્ન રેલવેનુ કહેવુ છે કે 50 હજાર રૂપિયાથી વધુના ટિકિટ બુક કરાવવા પર પેન કાર્ડ બતાવવુ જરૂરી રહેશે અને આ આદેશ 11 નવેમ્બર સુધી લાગૂ રહેશે. 
 
જાહેરાત થતા જ કાઉંટર પર વધી ભીડ 
 
એવુ કહેવાય રહ્યુ છે કે વેસ્ટર્ન રેલવેએ આ નિર્ણય એ માટે લીધો કારણ કે નોટ બેન કરવાની જાહેરાત કરવાની જાહેરાત પછી ટિકિટ કાઉંટર પર લોકોની ભીડ જામવા લાગી હતી. ખાસ કરીને ટ્રેવેલ એજંટ મોદી સરકારની તરફથી રેલવે કાઉંટર પર જૂના નોટ લેવાની છૂટનો ફાયદો ઉઠાવવાની ભરપૂર કોશિશ કરી રહ્યા હતા. 
 
ટિકિટ બુકિંગમાં દલાલોની રમત 
 
તેમની કોશિશ હતી કે તેઓ 500-1000ના નોટથી લાંબા અંતરની ટ્રેનોના એસી વેટિંગની ટિકિટ બુક કરાવી લીધા પછી તેને કેંસલ કરાવીને નવા નોટ મેળવી લેશે.  ટિકિટ બુકિંગમાં દલાલોના રમતને સમજતા વેસ્ટર્ન રેલવેએ તરત વેટિંગ પર રોક લગાવી દીધી. રેલવેએ આ નિર્ણય એ માટે લીધો કારણ કે સરકાર તરફથી આપવામાં આવેલ સગવડ દ્વારા લોકો કાળાનાણાને સફેદ કરવામાં લાગ્યા હતા.