મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : રવિવાર, 20 માર્ચ 2022 (15:16 IST)

મુંબઈમાં જથ્થાબંધ ડીઝલના ભાવમાં થયો 25 રુપિયાનો વધારો

મુંબઈમાં જથ્થાબંધ ડીઝલના ભાવમાં થયો 25 રુપિયાનો વધારો, એક લીટર ડીઝલની કિંમત પહોંચી 122 રુપિયા
 
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાની વચ્ચે મુંબઈમાં જથ્થાબંધ પેટ્રોલના ભાવમાં તગડો વધારો કરાયો છે. આ માહિતી આપતા સૂત્રોએ જણાવ્યું હતું કે જથ્થાબંધ ગ્રાહકોને વેચાતું ડીઝલ 25 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે. આ પગલું આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં 40 ટકાના ઉછાળા બાદ લેવામાં આવ્યું છે. 
 
ઉલ્લેખનીય છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડાની ચર્ચા ચાલી રહી છે. હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં પણ ઘટાડો થયો છે તેનો લાભ ઓઈલ કંપનીઓ ગ્રાહકોને આપી શકે છે. 

મુંબઈમાં ફક્ત જથ્થાબંધ ડીઝલના ભાવમાં વધારો થયો છે.પેટ્રોલ પંપ દ્વારા વેચાતા ડીઝલના છૂટક ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.