ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 9 ઑગસ્ટ 2019 (11:21 IST)

Zomato એ 60 કર્મચારીઓને નોકરીમાંથી બહાર કર્યા, બોલ્યા જરૂર કરતા વધુ કર્મચારી

Zomato
ઑનલાઈન ફુડ ડિલીવરી કરનારી કંપની જોમૈટોએ પોતાના ગુરૂગ્રામ કાર્યાલયમાં જરૂર કરતા વધુ 60 કર્મચારીઓને નોકરીમાંથી બહાર કર્યા છે. કંપનીએ કહ્યુ છે કે આવુ એટલા માટે કરવામાં આવ્યુ કારણ કે જરૂર કરતા વધુ કર્મચારીની ભરતી કરવામાં આવી છે. 
 
કંપનીના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યુ, "છેલ્લા કેટલાક મહિનામાં અમારી સેવા ગુણવત્તા સુધરી છે મળનારા ઓર્ડરો માટે ગ્રાહક સહાયતા માટે કર્મચારીઓની જરૂર ઓછી છે. આ કારણે અમારુ કાર્યબળ જરૂર કરતા એક ટકા (60 કર્મચારી) વધુ થઈ ગયુ હતુ. 
 
નિવેદન મુજબ તેમાથી મોટાભાગના લોકોને દેખરેખ વિભાગમાંથી બહાર કરવામાં આવ્યા છે. તેમા અમારી આંતરિક અદલા-બદલી હેઠળ અન્ય વિભાગોમાં મોકલાયેલ કેટલાક લોકોનો સમાવેશ છે.