શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 4 માર્ચ 2015 (14:57 IST)

અમદાવાદનું એરપોર્ટ ઘણું જ ઉણું-મુસાફરોની ફરિયાદમાં નંબર વન!

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અદ્યતન સુવિધાથી સજ્જ હોવાનો ભલે દાવો કરવામાં આવે છે. પરંતુ વાત મુસાફરોને સંતોષકારક સવલત પૂરી પાડવાની આવે તો તેમાં દેશના અન્ય એરપોર્ટની સરખામણીએ અમદાવાદનું એરપોર્ટ ઘણું જ ઉણું ઉતરતું હોય તેમ જણાય છે. ૨૦૧૪ના વર્ષમાં અમદાવાદના એરપોર્ટ ખાતે મુસાફરોની સૌથી વધુ ફરિયાદ નોંધાઇ હોવાનો લોકસભામાં પ્રશ્નોતરી કાળમાં ખુલાાસો થયો છે.

સેવાની નબળી ગુણવત્તા, સ્વચ્છતા, કર્મચારીઓની બેદરકારી જેવા વિવિધ મુદ્દાઓ અંગે કેન્દ્રને  દેશભરના એરપોર્ટમાંથી જાન્યુઆરીથી ડિસેમ્બર ૨૦૧૪ દરમિયાન કુલ ૪૬૨ ફરિયાદ મળી હતી. આ પૈકી અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટમાંથી સૌથી વધુ ૬૦ ફરિયાદ નોંધાઇ હોવાનો ખુલાસો લોકસભાના પ્રશ્નોતરી કાળમાં રાજ્યકક્ષાના નાગરિક ઉડ્ડયન પ્રધાન મહેશ શર્માએ જણાવ્યું હતું કે 'દેશના ૪૮ ડોમેસ્ટિક એરપોર્ટમાંથી અમને જાન્યુઆરીથી ડિસેમ્બર-૨૦૧૪ દરમિયાન અમદાવાદ ખાતેથી સૌથી વધુ ૬૦, રાંચી ખાતેથી ૩૭ અને રાજકોટ એરપોર્ટ ૨૭ ફરિયાદ મુસાફરો પાસેથી મળી છે. મુસાફરોને મળતી સવલતોમાં સતત સુધારો થાય તેના માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નિયમિત રીતે સર્વેક્ષણ હાથ ધરવામાં આવતું હોય છે. '
આ વિષે અમદાવાદ એરપોર્ટના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે 'મુસાફરોને પૂરતી સવલત મળે તેના માટે અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ. અમે છેલ્લા ૧૦ દિવસથી ટર્મિનલની બહાર પબ્લિક ગ્રિવિયન્સ કાઉન્ટર પણ શરૃ કર્યું છે.