શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: અમદાવાદઃ , સોમવાર, 10 ઑગસ્ટ 2015 (18:12 IST)

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે 18 ટ્રેનો રદ

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ હવે થાળે પડી રહી છે. પૂરના કારણે રેલ્વે ટ્રેકોને ભારે નુકસાન થયું છે. જેના કારણે રેલવે તંત્રએ કેટલીક ટ્રેનો સંપૂર્ણ પણે રદ આંશિક રદ અને માર્ગ પરિવર્તન કરવો પડ્યો છે. જેના કારણે રેલવેના મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા છે. માલ પરિવહન સ્થગિત થઈ ગયું છે. અને રેલવે તંત્રને આર્થિક નુકસાન થઈ રહ્યું છે.

સંપૂર્ણ રદ્દ ટ્રેનો:

(૧) ટ્રેન  મહેસાણા-આબુરોડ ૧૫ ઓગસ્ટ સુધી રદ્દ (૨) ટ્રેન  આબુરોડ-મહેસાણા ૧૧ ઓગસ્ટથી તા. ૧૬ ઓગસ્ટ સુધી રદ્દ (૩) ટ્રેન  અમદાવાદ-અજમેર ૧૧ ઓગસ્ટથી તા. ૧૫ ઓગસ્ટ સુધી રદ્દ (૪) ટ્રેન  અજમેર-અમદાવાદ ૧૨ ઓગસ્ટથી તા. ૧૬ ઓગસ્ટ સુધી રદ્દ (૫) ટ્રેન  ભગતકી કોઠી-અમદાવાદ તા.૧૪ ઓગસ્ટે રદ્દ (૬) ટ્રેન  અમદાવાદ-ભગતકી કોઠી તા.૧૪ ઓગસ્ટે રદ્દ કરવામાં આવી હતી.

આંશિક રદ્દ ટ્રેનો:
(૧) ટ્રેન  જોધપુર-અમદાવાદ, ટ્રેન  અમદાવાદ-જોધપુર, ટ્રેન  અમદાવાદ-જયપુર, ટ્રેન  જયપુર-અમદાવાદ, તા. ૧૧ ઓગસ્ટથી તા. ૧૫ ઓગસ્ટ સુધી મારવાડ જં.-અમદાવાદ-મારવાડ જં. વચ્ચે આંશિકરૂપે રદ્દ રહેશે.

માર્ગ પરિવર્તન:

(૧) ટ્રેન  કોલકતા-અમદાવાદ તા. ૮ ઓગસ્ટે રતલામ-અજમેર પાલનપુર-અમદાવાદના સ્થાને રતલામ- ગોધરા- આણંદ- અમદાવાદ થઈને દોડાવેશે.

આ ઉપરાંત લાંબા અંતરની ટ્રેનો રદ કરવામાં આવી છે.૧૩ ઓગસ્ટ ટ્રેન  બાંદ્રા-ગાંધીધામ એકસપ્રેસ, ગાંધીધામ-બાંદ્રા ટર્મિનલ એકસપ્રેસ, તા. ૯-૧૫ ઓગસ્ટ ટ્રેન  પાલનપુર-ગાંધીધામ એકસપ્રેસ, તા. ૧૦મી ઓગસ્ટ ટ્રેન  ગાંધીધામ- જોધપુર એકસપ્રેસ, ૧૦મીએ ટ્રેન  રેવા-રાજકોટ સુપરફાસ્ટ એકસપ્રેસ, ૧૧મી ઓગસ્ટ સુધી ટ્રેન ભીંલડી-જોધપુર પેસેન્જર, ૯-૧૫ ઓગસ્ટ, ટ્રેન  પાલનપુર-ભૂજ, ૯-૧૫ આગસ્ટ ટ્રેન નં.  મહેસાણા-વિરમગામ, તા. ૧૦-૧૫ ઓગસ્ટ ટ્રેન  મહેસાણા-વિરમગામ પેસેન્જર, તા. ૧૫મી ઓગસ્ટ સુધી ટ્રેન  મોરબી-માળિયા મિયાંણા ડેમુ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.

આ ઉપરાંત નીચેની ટ્રેન પાર્ટલી કેન્સલ કરવામાં આવી છે. જેમાં ૧૨-૧૩મી ઓગસ્ટે  માત્ર દાદર-અમદાવાદ વચ્ચે દોડશે. તા. ૯,૧૨,૧૪ ઓગસ્ટે અને ૧૦,૧૩,૧૫મીએ ટ્રેન  બાંદ્રા-અમદાવાદ વચ્ચે દોડશે તા. ૧૦મીએ ટ્રેન મહેસાણા-પાલનપુર વચ્ચે જ દોડશે.