શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 17 જુલાઈ 2014 (12:03 IST)

એક એવો ગેઝેટ જે તમને તમારા સાથીને સ્પર્શ કરવાનો અહેસાસ કરાવશે

હવે એક એવો અનોખો ગેઝેટ આવી ચુક્યો છે જે તમને તમારા સાથીને સ્પર્શ કરવાનો અહેસાસ કરાવે છે. ભલે એ કેટલાય દૂર કેમ ન હોય. આ અનોખો ગેઝેટ ફ્રિબ્બલ નામથી આવ્યો છે. 
 
જો કે બીજા શહેર કે દેશમાં બેસેલા પોતાના સંબંધીઓ સાથે વાતચીતથી લઈને તેમને ફેસ ટુ ફેસ વાત કરાવનારી અનેક વેબસાઈટ્સ હવે હાજર છે. પણ ફ્રિબ્બલ તે સૌથી જુદુ છે. 
 
ફ્રીબ્બલની સૌથી ખાસ વાત એ છે કે આ બે સાથીઓને ફેસ ટુ ફેસ વાતો કરવવાની સાથે સાથે એક બીજાને સ્પર્શ કરવાનો અહેસાસ પણ કરાવે છે. જેના હેઠળ એક સાથી બીજા સાથીને જેટલા પ્રેશર અને લાગણીથી સ્પર્શ કરવા માંગશે આ ગેઝેટ એટલા જ પ્રેશર અને મર્મથી બીજા સાથીને સ્પર્શ કરવાનો અહેસાસ કરાવી દે છે. 
 
 
ફ્રીબ્બલ ગેઝેટ એક વાયરલેસ એસેંસરી છે. જેને સ્કાઈપ અને ગૂગલ હૈગઆઉટ જેવી વીડિયો ચેટ સર્વિસેઝની સાથે જ કનેક્ટ કરીને કામમાં લઈ શકાય છે. 
 
આ ગેઝેટમાં લાગેલા માઈક્રોયૂએસ કેબલ દ્વારા તેને ચાર્જ કરી શકાય છે.  આ ગુગલ ક્રોમ 24 વર્ઝન અથવા વધુ અને ફાયરફોક્સ 16 અથવા તેનાથી વધુના વર્ઝન પર કામ કરે છે. 
 
ફ્રીબ્બલ ગેઝેટને ફ્રેડરિક પેટ્રીગંનાનીએ બનાવી છે. તેનુ વેચાણ કિકર્સ્ટર દ્વારા કરવામાં આવી રહ્યુ છે.