શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 22 જાન્યુઆરી 2016 (14:06 IST)

એસટીની 2500 બસોમાં માર્ચના અંત સુધીમાં જીપીએસ

ગુજરાત એસટી નિગમે પણ હવે સમયની સાથે તાલ મિલાવતા તેની બસોમાં જીપીએસ સિસ્ટમ લગાવવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે પ્રથમ તબક્કામાં નિગમની 2500 જેટલી બસોમાં જીપીએસ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. સિસ્ટમ ચાલુ થતા બસોની લોકેશન જાણવાની સાથે બસ સ્ટેન્ડ પર ક્યારે આવશે અને ક્યારે ઉપડશે જેવી માહિતી પેસેન્જરો ઘરે બેઠા જાણી શકશે. જેના પગલે તેમને બસ સ્ટેન્ડ પર કલાકો સુધી બેસીને બસની રાહ નહીં જોવી પડે અને બસનો સમય થતાં તેઓ ઘરેથી કે ઓફિસેથી નીકળી સમયસર સ્ટેન્ડ પર પહોંચી બસ પકડી શકશે.
 
વિશે નિગમના અધિકારીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, નિગમની બસો અત્યારે ક્યાં પહોંચી છે તે જાણવા માટે કોઈ ચોક્કસ સિસ્ટમ હતી. જ્યારે ઘણીવાર બસ માર્ગમાં ક્યાંય બગડે તો પણ તેની માહિતી મળતી હતી. વધુમાં ઘણીવાર બસોને ટ્રાફિક જામમાં ફસાઈ જવાથી તેના ગંતવ્ય સ્થળે પહોંચવામાં કલાકોનો વિલંબ થતો હોય છે. બસો મોડી પડતા જે તે સ્ટેન્ડ પર મોટી સંખ્યામાં પેસેન્જરોને બસની રાહ જોતા બેસી રહેવું પડતું હોય છે. આવા સંજોગોમાં બસની ખરેખર લોકેશન ક્યાં છે તેમજ તેને બસ સ્ટેન્ડ સુધી પહોંચવામાં કેટલી વાર લાગશે તે જાણવા હવે એસટી નિગમ દ્વારા તમામ બસોમાં જીપીએસ સિસ્ટમ લગાવવાનો નિર્ણય કરાયો છે. જેના માટેની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.