શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 22 મે 2015 (15:51 IST)

કેસર કેરીનાં ભાવો ઘટતા લોકોને થયો હાશકારો

ફળોના રાજા ગણાતી કેરીનુ આગમન બજારમાં ઘણા દિવસોથી થય ગયુ છે પરંતુ ચાલુ વર્ષે કેરીના ભાવ ખુબ જ ઉંચા હોવાથી લોકો માટે કેરીનો કડવો થઈ ગયો હતો. હાલ કેસર સહિતની કેરીના ભાવમાં ઘટાડો આવતા કેરીની માંગમાં વધારો થયો છે. આ ઉપરાંત ઉનાળાના છેલ્લા દિવસોમાં કેરીની આવક પણ વધી હોવાનુ જાણવા મળેલ છે, જેના કારણે આગામી દિવસોમાં હજુ કેરીના ભાવ ઘટવાની શકયતા રહેલી છે.

ઉનાળો શરૃ થતા જ શહેર અને જિલ્લાના લોકો કેરીની રાહ જોતા હોય છે પરંતુ ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે કેરીના પાકને ખુબ જ નુકશાન થયુ હતુ, જેના કારણે ચાલુ વર્ષે બજારમાં કેરી મોડી આવી હતી અને કેરીની આવક પણ ઓછી હોવાથી શરૃઆતમાં કેરીના કિલોના ભાવ રૃ. ૧પ૦ આસપાસ બોલાતા હતાં. કેરીના ભાવ ઉંચા રહેવાના કારણે શરૃઆતમાં લોકો માટે કેરી ખાટી બની ગઈ હતી પરંતુ છેલ્લા થોડા દિવસથી કેરીની આવકમાં વધારો થતા કેરીના ભાવમાં મોટો કડાકો બોલ્યો છે. હાલ કેરીના કિલોના ભાવ રૃ. ૯૦ થી રૃ. ૮૦ આસપાસ બોલાય રહ્યા છે તેથી લોકોને ઘણી રાહત થઈ છે પરંતુ હજુ કેરીના ભાવ ઘટે તેવી લોકો આશા રાખી રહ્યા છે.
આગામી દિવસોમાં હજુ કેરીની આવક વધતા ભાવ ઘટવાની શકયતા રહેલી છે પરંતુ દર વર્ષ કરતા ચાલુ વર્ષે કેરીનુ ઉત્પાદન પણ ઓછુ છે તેમ વેપારીઓએ જણાવ્યુ હતું. હવે ઉનાળો પૂર્ણ થવાને આડે એકાદ માસનો સમય રહ્યો છે તેથી કેરીના શોખીનો મનભરી કેરી ખાવા લાગ્યા છે પરંતુ હજુ કેરીના ભાવ થોડા ઉચ્ચા હોય તેથી લોકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે.