શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: અમદાવાદ, , શુક્રવાર, 27 નવેમ્બર 2015 (15:18 IST)

ખાનગીકરણના વિરોધમાં IDBI બેંકના કર્મચારીઓ અને એધિકારીઓની હડતાલ

પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપથી ચાલતી અાઈડીબીઅાઈ બેન્કનું ખાનગીકરણ કરવાની કેન્દ્ર સરકારે જાહેરાત કરતા તેના વિરોધમાં અાજે અાઈડીબીઅાઈ બેન્કના કર્મચારીઅો અને અધિકારીઅોએ દેશવ્યાપી હડતાળ પાડી છે. આ હડતાળને પગલે અમદાવાદમાં અાજે રૂ.100 કરોડનું અને રાજ્યમાં રૂ. 250 કરોડનું ક્લિયરિંગ અટવાશે.

અમદાવાદ અને ગુજરાત સહિત દેશભરમાં અાઈડીબીઅાઈ બેન્કના 33000 કર્મચારીઅો આજે હડતાળ પર છે. અાઈડીબીઅાઈ બેન્કની રાજ્યમાં અાવેલી 110 બ્રાન્ચ અાજે હડતાળના પગલે બંધ રહેશે. અમદાવાદમાં 300 અને રાજ્યમાં 700 કર્મચારીઅોની હડતાળને પગલે અમદાવાદમાં રૂપિયા અેકસો કરોડનું અને રાજ્યમાં રૂપિયા અઢીસો કરોડનું ક્લિયરિંગ અટવાશે.

કેન્દ્ર સરકાર અાઈડીબીઆઈ બેન્કમાં સરકારનો હિસ્સો 51 ટકાથી ઘટાડવા જઈ રહી છે જેની સામે કર્મચારીઅો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. અા અંગે અાઈડીબીઅાઈ અોફિસર્સ અેસોસિયેશનના ગુજરાત યુનિટના પ્રેસિડેન્ટ કીર્તિ બોડાતે જણાવ્યું કે કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલી અને રાજ્ય નાણાપ્રધાન જયંત સિન્હા વારંવાર નિવેદનો કરે છે કે અાઈડીબીઅાઈમાં સરકારનો જે 51 ટકા હિસ્સો છે તે ઘટાડીને અેક્સિસ બેન્કના મોડલ પર બેન્કનું ખાનગીકરણ કરવાની યોજના છે.

અગાઉ જ્યારે અાઈડીબીઅાઈનો રિપિલ અેક્ટ સંસદમાં વર્ષ 2003માં પસાર કરવામાં અાવ્યો ત્યારે તત્કાલિન નાણાપ્રધાન યશવંત સિન્હાઅે અેવી ખાતરી આપી હતી કે આઈડીબીઅાઈમાં ક્યારેય પણ સરકારનો હિસ્સો 51 ટકાથી નીચે લઈ જવામાં નહી અાવે. તેમ છતાં કેન્દ્રીય નાણાપ્રધાન સતત બેન્કના ખાનગીકરણના નિવેદનો કરી રહ્યાં છે, જેના વિરોધમાં અાજે રાષ્ટ્રવ્યાપી અેકદિવસીય હડતાળ પાડવામાં આવી છે.
અાજે હડતાળને પગલે બેન્કના ગ્રાહકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. કેટલાક ગ્રાહકો કે જેમના ઘરે લગ્નપ્રસંગ છે તેઅો બેન્ક ખાતે લોકર ખોલવા માટે આવ્યા હતા, પરંતુ હડતાળના પગલે ઘરેણાં લીધા વગર જ પરત ફર્યા હતા.