શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 10 ઑક્ટોબર 2015 (11:30 IST)

ગુજરાત સરકારના કર્મચારીઓના મોઘવારી ભથ્થામાં વઘારો

ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વઘારો  કરવામાં આવ્યો છે. 1લી જૂલાઈ 2015થી અમલી બનેલા આ મોંઘવારી ભથ્થાના પરિણામે હવે રાજ્ય સરકારના કર્મચારીઓને મુળ પગાર પર 119 ટકા મોંઘવારી ભથ્થુ મળશે જેને કર્મચારીઓની દિવાળી સુધારી દીધી છે.
 
ગુજરાત સરકારે ગઈકાલે મોડીસાંજે બહાર પડેલી ટૂંકી નિવેદિતા મુજબ આ મોંઘવારી ભથ્થાના પરિણામ દર વર્ષે 829 કરોડનો નવો બોજ ઉભો થશે જેનો લાભ પેન્શનરો, પંચાયત કર્મચારી અને પાંચ લાખથી વધુ કર્મચારીઓને મળવાપાત્ર બનશે. 
 
ગુજરાત સરકાર દ્વારા ગત જાન્યુઆરી 2015થી છ ટકાના મોંઘવારી ભથ્થાનો વધારો કરવામાં આવ્યો ત્યારે 107 ટકા મોંઘવારી ભથ્થુ વધીને 113 ટકા થયું હતું એ જુલાઈ-2015થી બીજા વધારાના છ ટકા મોંઘવારી ભથ્થુ વધતા સરકારએ 119 ટકા મોંઘવારી ભથ્થુ ચૂકવશે. જેની અમલવારી 1લી જુલાઈ-2015થી કરવામાં આવશે. ડિફરન્સના પૈસાની ચૂકવણી પેન્શનરોને એમના પેન્શન સાથે એકી સાથે ચૂકવી દેવાશે જયારે કર્મચારીઓને ચૂકવણી માટે હપ્તા કરવામાં આવશે.
 
આ મોંઘવારી ભથ્થાનો વધારો રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ ધારાસભ્યોને મળતા પગારમાં પણ વધારાપે મળશે. એક અંદાજ મુજબ રાજ્યની તિજોરી પર 829 કરોડ જેવી માતબર રકમનો બોજ આવવાનો અંદાજ નાણા વિભાગ દ્વારા મુકવામાં આવી રહ્યો છે.