શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 20 જાન્યુઆરી 2015 (16:02 IST)

ચરોતર પંથકમાં ફરી તમાકુનું વાવેતર વધ્યું

ખાસ કરીને આણંદ અને ખેડા પંથકનાં શહેરો-ગામોના સમાવેશ સાથે બનેલો ચરોતર પંથક બે બાબત માટે ખાસ જાણીતો છે. એક ત્યાંના સેંકડો લોકો પશ્ર્ચિમી રાષ્ટ્રોમાં વસેલા છે અને બીજું ચરોતર પંથકમાં એક સમયે તમાકુનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થતું હતું. અહીંની તમાકુ દેશવિદેશમાં વખણાતી હતી. વચ્ચે થોડો વખત તમાકુના વાવેતર વિસ્તારમાં ઘટાડો થયા બાદ હવે ફરીથી તેનો દબદબો વધ્યો હોય એમ વાવેતર વધ્યું છે.

કૃષિ વિષયક વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ તમાકુનું વાવેતર ઘટાડવાના પ્રયાસો વચ્ચે પણ આ વર્ષો રોકડિયા અને ધાન્યપાકોને બદલે તમાકુના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે.

જિલ્લામાં ગત વર્ષે ઘઉંનું ૮૫૯૯૩ તથા તમાકુનું ૧૩૮૩૨ હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું. જેની સરખામણીમાં ઓણસાલ ઘઉંનું ૫૯૧૬૧ હેક્કટર અને તમાકુનું ૨૮૫૧૨ હેક્ટરમાં વાવેતર થયું છે. આમ ગત વર્ષની સરખામણીમાં તમાકુનો વાવેતર વિસ્તાર૧૪૬૮૦ હેક્ટર વધ્યું છે.

ખેડા જિલ્લાના ખેડૂતો રવીસિઝનમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી પાક વાવેતર કરતાં હોય છે. આ વર્ષે ખેડૂતોએ ઘઉ સહિત અન્ય ધાન્ય પાક કરવાના બદલે રોકડિયા પાક તમાકુ તરફ વળ્યા હતા. કારણે જિલ્લા ખેતીવાડીના વાવેતરના આંકડાકિય માહિતી જિલ્લામાં આ વર્ષે તમાકુના પાકનું વધુ વાવેતર થયુ હોવાનું સ્પષ્ટ ફલિત થયું છે.