શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 10 જુલાઈ 2014 (15:25 IST)

જાણો આ બજેટમાં તમને કેટલો ટેક્ષ આપવો પડશે

નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રબળ ઈચ્છા વ્યક્ત કરતા પ્રજાને પોતાના ઘરની વાત કરી હતી. જે મુજબ આ બજેટમાં ખાસ ધ્યાન અપાયુ છે.  તે ૢઇકન 40000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જેથી સસ્તા ઘરોની ભરમાર થશે. તેમ મોદી સરકરનુ માનવુ છે. જેમા 2022 સુધી બધાને ઘર આપવાનું લક્ષ્ય સરકારનું છે. આ ઉપરાંત 500 મોર્ડન શહેર પીપીપી મોડલથી વિક્સિત કરવાનું સરકારનું આયોજન છે. બીજી તરફ શહેરી મિશન માટે 5500 કરોડ રૂપિયાની ફાળવણીકરવામં આવી છે.  મોદી સરકાર એફડીઆઈની મંજૂરી અફોર્ડેબલ હાઉસિંગમાં આપશે. જેથી વિદેશી રોકાણના પગલે લોકોને સસ્તામાં ઘર મળશે તેમ મનાઈ રહ્યુ છે. 
 
આ ઉપરાંત જે પ્રકારે મોદી કહી રહ્યા હતા કે નાના શહેરોને પણ આધુનિક બનાવી શકાય છે તે મુજબ આ બજેટમાં મોટા શહેરોની આસપસ 100 નવા સ્માર્ટ સિટી બનાવવાની વાત કરવામાં અવી છે. જેની માટે સ્માર્ટ શહેરો માટે 7060 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.  એફડીઆઈનો દરવાજો સ્માર્ટ સિટીમાં પણ ખોલી દેવામાં આવ્યો છે. 
 
અને અંતે જેના પર દરેકની નજર હતી તેમા મોદી સરકારે 2 લાખ રૂપિયા સુધીની હોમ લોન ટેક્ષ ફ્રી કરી છે. 
 
બજેટ પહેલા ઘણા અનેક દિવસોથી અટકળો ચલવી રહ્યા હતા કે સરકાર મધ્યમવર્ગને ટેક્ષમાં રાહત આપશે તે મુજબ સ્લેબમાં ફેરફાર થઈ શકે છે. તે મુજબ મોદી સરકારે કહ્યુ કે રાહતો આપવા માટે સરકારના હાથ બંધાયેલા છે. જેથી સીધા વેરામાં કોઈ ફેરફાર કરાયો નથી. સરકારે આવક વેરાની મુક્તિ મર્યા 2 લાખથી વધારીને 2.50 લાખ કરી છે. આ ઉપરાંત 80 સી હેઠળ રોકાણો પર ટેક્સ છૂટ 1 લાખથી વધારી 1.5 લાખ કરી છે. ઉપરાંત વરિષ્ઠ નાગરિકોની આવક મુક્તિ મર્યાદા 2.5 લાખથી વધારીને 3 લાખ કરી છે. 
 
આ ઉપરાંત 1 રેંક 1 પેંશન યોજના માટે 1000 કરોડની ફાળવણી કરાઈ છે. તેમજ પીપીએફમા રોકાણની મર્યાદા રૂ. 1 લાખથી વધારીને 1.5 લાખ કરવામાં આવી છે.