શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 14 જુલાઈ 2014 (11:37 IST)

ડાયાબીટિશ અને હ્રદય સંબંધી દવાઓ 35 ટકા સસ્તી થઈ

મુંબઈ. ઈંડ્સ્ટ્રીને ઝટકો આપતા દવાઓની કિમંત નક્કી કરનારા રેગુલેટર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ અથોરિટી(એનપીપીએ)એ વધુ વેચાતી મોંઘી એંટી બાયોટિક અને કાર્ડિએક દવાઓની કિમંતને 35 ટકા સુધી ઓછો કરવાનો નિર્ણય લીધો છે. થોડાક જ અઠવાડિયાઓમા આ દવાઓ સસ્તી મળી શકશે.  
 
 
એનપીપીએ 50 એંટી ડાયબેટિક અને કાર્ડિયોવસ્કુલર દવાઓના 108 ફોર્મુલેશનના પૈકની કિમંત ઓછી કરી છે. જેમા સૌથી મુખ્ય વાત એ છે કે એનપીપીએ જે દવાઓની કિમંત ફિક્સ કરી છે તે નેશનલ લિસ્ટ ઓફ એસેંશિયલ મેડિસિંસમાં લિસ્ટેડ નથી. ડ્રગ પ્રાઈસ કંટ્રોલ અને ઓર્ડર (ડીપીસીઓ) 2013ના હેઠળ સરકારે ગયા વર્ષે જ 652 દવાઓની કિમંત ફિક્સ કરી હતી. 
 
સસ્તી થનારી દવાઓમાં ગ્લાઈક્લેજાઈડ, ગ્લિપિરાઈડ, સીટાગ્લિપ્ટિન, વોગ્લીબોસ, એમ્લોડિપીન, ટેલમિસાર્ટન એંડ રોસવાસટેટિન, હેપરિન અને રામિપ્રિલનો સમાવેશ છે. 
 
એનપીપીએના આ પગલાથી દર્દીઓના ઘણા પૈસા બચી શકશે. આ લિસ્ટની સાથે જ પ્રાઈસ કંટ્રોલમાં સામેલ થનારી કાર્ડિએક દવાઓની ગણતરી 58 ટકા જ્યારેકે એંટી ડાયબેટિકની ગણતરી 21 ટકા થઈ ગઈ છે.