શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: અમદાવાદ, , સોમવાર, 20 જૂન 2016 (12:18 IST)

તેલ હજુ મોંઘુ થશે

ચારેયબાજુથી મોંઘવારીની કાગારોળ વચ્ચે  ફરી એકવખત સિંગતેલના ભાવમાં ભડકો થયો છે. આજે દિવસના કારોબાર દરમિયાન સિંગતેલના ડબ્બાના ભાવમાં ૩૦ રુપિયાનો વધારો થતા ડબ્બાનો ભાવ ૨૧૪૦ની સપાટીએ પહોંચી ગયો છે. સિંગતેલના ભાવને કાબુમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક દાવાઓ કરવામાં આવે છે. તેમજ રાજકોટની વિવિધ ઓઈલ મિલો પર દેખાડવા માટે રેડ પણ પાળવામાં આવે છે.

પરંતુ તેમ છતાં સિંગતેલના ભાવને કાબુમાં લેવામાં સરકાર સરેઆમ નિષ્ફળ ગઈ છે અને સિંગતેલના ભાવ
કુદકેને ભુસકે વધી રહ્યા છે. ત્યારે આજે ફરી એકવાર સિંગતેલના ડબ્બાના ભાવમાં  ૩૦ રુપિયાનો વધારો થતા ડબ્બાના ભાવ ૨૧૪૦ રુપિયાની સપાટીએ પહોંચી ગયા છે.  સિંગતેલનો સટ્ટો અને સંગ્રહખોરો સામે સરકાર કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગઈ છે તો સિંગતેલના ભાવ કાબુમાં રાખવામાં પુરવઠા તંત્ર પણ નિષ્ફળ નિવડ્યુ છે. પુરવઠા વિભાગે જ્યારે રાજકોટમાં દરોડા  પાડ્યા ત્યારે નાનકડા વિરોધના પગલે આ દરોડાની કાર્યવાહી બંધ કરી દેવાઈ હતી.

ત્યારે હવે આગામી જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાનમાં રાખીને સંગ્રહખોરોએ સિંગતેલના ડબ્બાના ભાવને ૨૫૦૦ રુપિયાની સપાટીએ પહોંચાડી સામાન્ય વ્યક્તિને લુંટવાનો કારસો રચાયો હોવાના અહેવાલ પણ આવી રહ્યો છે.  ત્યારે બીજીબાજુ આ સંગ્રહખોરોના ખેલ સામે વહિવટી તંત્ર મુખપ્રેક્ષક બનીને તમાસો જોઈ રહ્યુ છે.