શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 30 માર્ચ 2015 (15:38 IST)

દેશમાં ટેલીફોન કનેકશનની સંખ્‍યા ૯૭ કરોડ, લેન્‍ડલાઇન કનેકશન માત્ર ર.૮ કરોડ

લેન્‍ડલાઇનના ફરી સારા દિવસો આવશે. એનડીએ સરકાર દેશભરમાં લેન્‍ડલાઇન ફોનને ફરી લોકપ્રિય કરવા તૈયારી કરી રહી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ રાજયોની સાથે મળીને લેન્‍ડલાઇનને પ્રોત્‍સાહન આપવાનો નિર્ણય લીધો છે.

   દુરસંચાર વિભાગના સચિવ રાકેશ ગર્ગે જણાવ્‍યુ હતુ કે, આવતા દિવસોમાં લેન્‍ડલાઇનની ઉપયોગીતા ફરીથી વધશે. ખાસ કરીને ડિજીટલ ઇન્‍ડિયા હેઠળ જે પ્રકારની સેવાઓ સામાન્‍ય લોકોને દેવા ઇચ્‍છીએ છીએ તેના માટે લેન્‍ડલાઇન જ અનુકુળ રહેશે. તેથી મંત્રાલયે લેન્‍ડલાઇનને ફરીથી લોકપ્રિય બનાવવાનો નિર્ણય લીધો છે. જો કે આ વખતે લેન્‍ડલાઇન ઓપ્‍ટીકલ ફાઇબર કેબલ સાથે જોડાયેલુ હશે. કોઇપણ વિકસિત દેશમાં નિહાળો કે ત્‍યાં મોબાઇલ ટેલીફોન આપણાથી વધુ એડવાન્‍સ છે છતાં પણ દરેક ઘર કે ઓફિસમાં લેન્‍ડલાઇન ફોન મોજુદ છે. અમારો પ્રયાસ છે કે, આવતા બે થી પાંચ વર્ષમાં ભારતમાં લેન્‍ડલાઇનને એક પ્રકારથી અનિવાર્ય બનાવી દેવાશે. આ માટે દરેક રાજયોનો સહકાર લેવાઇ રહ્યો છે.

   લેન્‍ડલાઇનને પ્રોત્‍સાહન આપવા પાછળનું એક મુખ્‍ય કારણ એ પણ છે કે, આવતા દિવસોમાં તેનાથી સ્‍વાસ્‍થ્‍ય, શિક્ષણ, ઇ-ગવર્નન્‍સ સહિત અન્‍ય ક્ષેત્રની સેવાઓને સરળતાથી લોકો સુધી પહોંચાડી શકાશે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી લેન્‍ડલાઇન કનેકશન ઘટી રહ્યા છે. દેશમાં ટેલીફોન કનેકશનની સંખ્‍યા ૯૭ કરોડની થઇ છે તેમાં લેન્‍ડલાઇન કનેકશનની સંખ્‍યા માત્ર ર.૮ કરોડ છે. દર મહિને લેન્‍ડલાઇન લેનારાની સંખ્‍યા ઘટી રહી છે. એવામાં હવે જોવાનું છે કે, સરકાર તેની સંખ્‍યા કઇ રીતે વધારે છે ?