શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: અમદાવાદ: , ગુરુવાર, 27 ઑગસ્ટ 2015 (15:28 IST)

પાટીદાર આંદોલનને કારણે ૧ર ટ્રેનોને અસર

રાજ્યમાં ચાલી રહેલા પાટીદાર આંદોલનના કારણે રેલવેને અસર પડી છે. જેના કારણે આજે અને આજ સુધીમાં ૧ર ટ્રેનને રદ કરાઈ છે, ૧૯ ટ્રેનને આંશિક રદ કરાઈ છે. જ્યારે પાંચ ટ્રેનને ડાઈવર્ટ કરવામાં આવી હોવાનું રેલવે વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. પાટીદાર આંદોલનના કારણે ગઇકાલે અને આજેની ૧ર ટ્રેનને રદ કરવામાં આવી છે. તેમાં આજે બાંદરા-જયપુર અરાવલી એક્સપ્રેસ, પાલિતાણા-બાંદરા એક્સપ્રેસ, અમદાવાદ-ન્યૂ દિલ્હી સ્વર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસ, અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ, અમદાવાદ-જમ્મુ તાવી એક્સપ્રેસ, ભુજ-બરેલી એક્સપ્રેસ, અમદાવાદ-ગાંધીનગર કેપિટલ મેમુ, અમદાવાદ-રણુંજ પેસેન્જર (મીટરગેજ), અમદાવાદ-જોધપુર પેસેન્જર, આંબલીયાસણ-વીજાપુર રેલ બસ અને મહેસાણા-તારંગા હિલ ડેમુ તેમજ આવતી કાલે બાંદરા-પાલિતાણા એક્સપ્રેસ ટ્રેનને રદ કરાઈ છે. 

જ્યારે આજે અને આવતી કાલે ૧૯ ટ્રેનને આંશિક રદ કરાઈ છે, તેમાં આજે મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર એક્સપ્રેસને વડોદરા-પોરબંદર વચ્ચે, બાંદરા-ભુજ સયાજીનગરી એક્સપ્રેસને વડોદરા-ભુજ વચ્ચે, બાંદરા-ભુજ કચ્છ એક્સપ્રેસને વડોદરા-ભુજ વચ્ચે, અમદાવાદ-આગ્રા ફોર્ટ એક્સપ્રેસને અમદાવાદ-પાલનપુર વચ્ચે, અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસને અમદાવાદ-સુરેન્દ્રનગર વચ્ચે, ઓખા-અમદાવાદ એક્સપ્રેસને વિરમગામ-અમદાવાદ વચ્ચે, સુરત-જામનગર ઈન્ટરસિટીને સુરત-વિરમગામ વચ્ચે, ભુજ-પુણે એક્સપ્રેસને વિરમગામ-પુણે વચ્ચે, ગાંધીનગર કેપિટલ-ઈન્દોર એક્સપ્રેસને ગાંધીનગર-અમદાવાદ વચ્ચે, હાપા-જમ્મુ તાવી એક્સપ્રેસને આંબલી રોડ-જમ્મુ તાવી વચ્ચે, પોરબંદર-હાવરા એક્સપ્રેસને સુરેન્દ્રનગર-હાવરા વચ્ચે, ઓખા-પુરી એક્સપ્રેસને થાન-પુરી વચ્ચે, સોમનાથ-જબલપુર એક્સપ્રેસને વાંકાનેર-જબલપુર વચ્ચે, જામનગર-બાંદરા એક્સપ્રેસને રાજકોટ-બાંદરા વચ્ચે, ઓખા-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસને રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે રદ કરાઈ છે, જ્યારે વિરમગામ-વલસાડ પેસેન્જરને આંબલી રોડ તેમજ વલસાડ-વિરમગામ પેસેન્જરને વડોદરા ખાતે ટર્મિનેટ કરાઈ છે. આવતી કાલે મહુવા-સુરત એક્સપ્રેસને મહુવા-અમદાવાદ વચ્ચે અને વેરાવળ-ત્રિવેન્દ્રમ એક્સપ્રેસને વેરાવળ-અમદાવાદ વચ્ચે આંશિક રદ કરાઈ છે.

આ ઉપરાંત પાંચ ટ્રેનને ડાઈવર્ટ કરાઈ છે. જેમાં બાંદરા-દિલ્હી સરાઈ રોહિલા ગરીબ રથને વડોદરા-રતલામ-નાગદા-સવાઈ માધોપુર-જયપુર થઈને,  બાંદરા-બિકાનેર એક્સપ્રેસને વડોદરા-રતલામ-ચંદેરિયા થઈને, બાંદરા-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસને વડોદરા-રતલામ-ચંદેરિયા થઈને, બાંદરા-દિલ્હી સરાઈ રોહિલા એક્સપ્રેસને વડોદરા-રતલામ-નાગદા-સવાઈ માધોપુર થઈને અને દાદર-બિકાનેર એક્સપ્રેસને વડોદરા-રતલામ-ચંદેરિયા થઈને દોડાવવામાં આવી રહી છે