શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 3 ફેબ્રુઆરી 2015 (18:27 IST)

પેટ્રોલના ભાવમાં 2.42 રૂ. અને ડિઝલના ભાવમાં 2.25 રૂ.નો ઘટાડો

દિલ્હી ચૂંટણીના ચાર દિવસ પહેલા પેટ્રોલ અને ડિઝલન ભાવો ઘટ્યા છે. હવે પેટ્રોલ 2.42 રૂપિયા અને ડિઝલ 2.25 રૂપિયા પ્રતિ લીટર સસ્તુ મળશે. મંગળવારે સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડિઝલની કિમંતોમાં કપાતની જાહેરાત કરી છે. ઘટેલી કિમંતો મંગળવારે અડધી રાતથી લાગૂ થશે. 
 
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવો ઘટ્યા પછી તેલ સસ્તુ થયુ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચુ તેલ 45 ડોલર પ્રતિ ડોલરથી નીચે ઉતરીને પાંચ વર્ષના નવા નીચલા સ્તર પર આવી ગયુ. આ ઘટાડા સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓગસ્ટથી લઈને અત્યાર સુધી સતત ઘટી રહ્યા છે.