શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્‍હી, , શુક્રવાર, 15 જુલાઈ 2016 (23:37 IST)

પેટ્રોલની કિંમતમાં રૂપિયા 2.25નો અને ડિઝલની કિંમતમાં 42 પૈસાનો ધટાડો

તીવ્ર મોંધવારીનો સામનો કરી રહેલા સામાન્‍ય લોકોને આજે આંશિક રાહત થઈ હતી કારણ કે પબ્‍લિક સેકટર ઓઈલ રિટેલર્સ દ્વારા પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ધટાડો કરવામાં આવ્‍યો હતો. પેટ્રોલની રીટેઈલ કિંમતમાં વેટ અને સેલ ટેક્‍સ સિવાય લીટરદીઠ રૂપિયા 2.25નો નો ધટાડો કરવામાં આવ્‍યો હતો. જ્‍યારે ડિઝલની કિંમતમાં લીટરદીઠ 42 પૈસાનો ધટાડો કરવામાં આવ્‍યો છે. દિલ્‍હીમાં પેટ્રોલની કિંમત હવે લીટરદીઠ 62.51 રૂપિયા થઈ જશે. જ્‍યારે ડિઝલની કિંમત લીટરદીઠ 54.28 થઈ જશે. ઈન્‍ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા નિવેદનમાં આ મુજબની વાત કરવામાં આવી છે. સરકારે હાલમાં જ ઓઈલ કંપનીઓને કેરોસીનની કિંમતમાં દર મહિને 25 પૈસાનો વધારો કરવાની મંજુરી આપી હતી. સબસીડી બોજને ધટાડવાના હેતુસર 10 મહિના સુધી દર મહિને 25 પૈસાનો વધારો કરવાની મંજુરી આપવામાં આવી હતી. પહેલી જુલાઈના દિવસે કેરોસીનની કિંમતમાં 25 પૈસાનો લીટરદીઠ વધારો કરવામાં આવ્‍યો હતો. પાંચ વર્ષમાં પ્રથમ વખત ખૂબજ સબસીડીવાળા રાંધણ સાધનની કિંમતમાં ધટાડો કરવામાં આવ્‍યો હતો. પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા એપ્રિલ 2017 સુધી દર મહિને 25 પૈસાનો વધારો કરવા ઓઈલ માર્કેટીંગ કંપનીઓને કહી દીધું છે. ઓઈલ કંપનીઓને પણ આનાથી રાહત મળી શકે છે.

   બીજી બાજુ પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં આજે ધટાડો કરવામાં આવ્‍યા બાદ સામાન્‍ય લોકોને રાહત મળશે. જોકે ગુજરાતમાં આ ધટાડો વધારે રહેશે. કારણ કે વેટને જોતા તેમાં ધટાડો વધારે જોવા મળશે