શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મુંબઈ , શનિવાર, 2 ઑગસ્ટ 2014 (12:12 IST)

બીજા બેંકનુ ATM વાપરવુ થયુ મોંઘુ

. જો તમને તમારા બેંક એટીએમ ઉપરાંત બીજા બેંક એટીએમનો ઉપયોગ કરવાની આદત છે તો હવે તમારી આ આદત સુધારી લો. અત્યાર સુધી તમે કોઈને પણ બેંકના એ.ટી.એમમાંથી પોતાના પૈસા કાઢી લે છે પણ હવે એ માટે તમારે ફી આપવી નહી પડે.  મુંબઈથી આની શરૂઆત થવા જઈ રહી છે.  
 
એક અંગ્રેજી છાપાએ આ સમાચાર આપ્યા છે. છાપા મુજબ હવે બીજા બેંકના એટીએમમાંથી જો તમે દર મહિને 2 વાર સુધી જ મફતમાં પૈસા કાઢી શકો છો. પણ ત્યારપછી તમારે ચાર્જ ચુકવવો પડશે. રિઝર્વ બેંક ઓફ ઈંડિયાએ બેંકોને આ માટે લીલી ઝંડી આપી દીધી છે. 
 
નવી વ્યવસ્થા હેઠળ 2 વાર પછી રોકડ કાઢવા માટે યૂઝરને દર મહિને 20 રૂપિયા આપવા પડશે. તેની પાછળ તર્ક એ આપવામાં આવી રહ્યુ છે કે આ સુવિદ્યાનો દુરુપયોગ થઈ રહ્યો છે અને ખાતેદાર બીજા બેંકોના એટીએમથી વધુ વાર પૈસા કાઢવા લાગ્યા છે. જેનાથી કાર્ડ ઈશ્યુ કરનાર બેંકને નુકશાન થઈ રહ્યુ છે. બીજી બાજુ એટીએમ લગાવનારી કંપનીઓનુ એ રડવુ છે કે તેમને સિક્યોરિટી વગેરે આપવા પર ઘણો ખર્ચ કરવો પડી રહ્યો છે. 
 
 
2009માં રિઝર્વ બેંકના આદેશ પર બીજા બેકોના એટીએમમાંથી પૈસા કાઢવા મફત કરી દીધુ હતુ પણ પછી બેંકોના કહેવાથી રિઝર્વ બેંકે 5 વાર સુધીની નિકાસીને નિ;શુલ્ક રાખી અને 10 હજાર રૂપિયા સુધીની બાધ્યતા રાખી હતી. મતલબ તમે બીજા બેંકોના એટીએમથી 10000 રૂપિયાથી વધુ નથી કાઢી શકતા. ગ્રાહકો આ માટે કશુ નથી આપવુ પડતુ પણ સંબદ્ધ બેંકને એટીએમ લગાવનારને 15 રૂપિયા પ્રતિ નિકાસી પર આપવા પડતા હતા.