શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 4 ફેબ્રુઆરી 2015 (10:49 IST)

બેંક કર્મચારીઓની 25 ફેબ્રુઆરીથી 4 દિવસની હડતાળ

વેતન વૃદ્ધિની માંગને લઈને સાર્વજનિક ક્ષેત્રના બેંક કર્મચારીઓએ 25 થી 28 ફેબ્રુઆરી સુધી હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના બેનર તળે બધા બેંક કર્મચારી હડતાળ પર જશે. 
 
મંગળવારે મુંબઈમાં વેતન વધારાની માંગને લઈને યુનાઈટેડ ફોરમોફ બેંક યુનિયન અને ઈંડિયન બેંક એસોસિએશનના દરમિયાન વાર્તા એક વાર ફરી નિષ્ફળ રહી. જ્યાર પછી કર્મચારીઓ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. 
 
યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના મીડિયા પ્રભારી અનિલ તિવારી મુજબ મંગળવારે મુંબઈમાં થયેલ બેઠક દરમિયાન આઈબીએ બેંક કર્મચારીઓની વેતન વૃદ્ધિ 13 ટકા કરવાનો પ્રસ્તાવ આપ્યો. જેના પર બેંક કર્મચારી રાજી નથી થઈ રહ્યા. 
 
બેંક કર્મચારીઓની માંગ છે કે ઓછામાં ઓછો 20 ટકા પગારમાં વધારો કરવામાં આવે. પણ આઈબીએ યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયનનો પ્રસ્તાવ નથી માની રહી.