શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 17 જુલાઈ 2014 (14:31 IST)

બેંકોનું કરી નાખનારાઓ સાવધાન!, છાપાઓમાં ફોટા સાથે જાહેરાત છપાશે

જાણી જોઇને લોન નહી ચુકવનારા લોકોએ હવે શરમજનક પરિસ્‍થિતમાં મુકાવવુ પડશે. સુપ્રિમ કોર્ટે મોટા પાયે જનહિતને ધ્‍યાનમાં રાખતા બેંકોને આવા ડિફોલ્‍ટરોના ફોટો અખબારોમાં પ્રસિધ્‍ધ કરવાની પરવાનગી આપી છે કે જેથી લોન લેનાર સાવધાની રાખે અને જાગૃતતા રાખે. જો કે કોર્ટે ફોટો પ્રસિધ્‍ધ કરવાનું પગલુ લેવાના નિર્ણયનો અધિકારી વરિષ્‍ઠ સ્‍તરનાં ઓફીસરોને જ આપ્‍યો છે. જે બેંકના મહાપ્રબંધકથી નીચેના સ્‍તરના અધિકારી નહીં હોય.

   જસ્‍ટીસ ઇબ્રાહીમ કલીફુલ્લાના વડપણ હેઠળની પીઠે આ મામલામાં બોંબે હાઇકોર્ટના આદેશને જારી રાખતા એસબીઆઇને ડીફોલ્‍ટરોના ફોટા છાપવાની પરવાનગી આપી છે.

   હવે બેંક તરફથી મુંબઇની લોન લઇને ચુકવણુ નહી કરનાર ડી.જે. એકજીમ ઇન્‍ડીયા પ્રા. લી.નાં વડા અને ગેરન્‍ટરોના ફોટો અખબારોમાં પ્રસિધ્‍ધ કરવામાં આવશે. ખંડપીઠે આ પરવાનગી સિકયુરીટેશન એકટની કલમ ૮નાં આધાર પર પ્રદાન કરી છે જેમાં બેંકોને જાણી જોઇને લોન નહી ચુકવનારા કરજદારોના નામ અને સરનામા અખબારોમાં પ્રસિધ્‍ધ કરવાનો અધિકાર મળેલો છે. આમા ફોટો છપાવા પર પણ કોઇ કાનુની પ્રતિબંધ નથી.

   ખંડપીઠે બેંકના એ તર્કનો સ્‍વીકાર કર્યો કે આવી કાર્યવાહી ડીફોલ્‍ટરની પ્રાઇર્વશીના અધિકારનો ભંગ નથી કરતા. અત્રે એ નોંધનીય છે કે ઉપરોકત કંપનીએ બેંકને રૂ. પ૩.૧૮ કરોડ ચુકવ્‍યા નથી. બેંકે ફોટો પ્રકાશિત કરવાની નોટીસ કરી હતી. આ સામે કંપની હાઇકોર્ટમાં ગઇ હતી. પરંતુ હાઇકોર્ટે જનહિતનો હવાલો આપતા ફોટો પ્રસિધ્‍ધ કરવા મંજુરી આપી હતી.