શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: મુંબઇ : , ગુરુવાર, 19 સપ્ટેમ્બર 2013 (17:34 IST)

ભારતીય સ્ટોક માર્કેટમાં શાનદાર તેજી

P.R
ભારતીય સ્ટોક માર્કેટમાં આજે શાનદાર તેજી સાથે કારોબાર જોવા મળ્યો. સેન્સેક્સ 684 પોઇન્ટ વધીને 20,647 અને નિફ્ટી 216 પોઇન્ટ વધીને 6,115નાં લેવલે બંધ આવ્યા. મિડકેપ સ્ટોકમાં 3 ટકા અને સ્મૉલકેપમાં 1 ટકાની તેજી હતી.

બેંક નિફ્ટીમાં 6.75 ટકાની તેજી હતી. સાથે જ રિયલ્ટી, મેટલ, કેપિટલ ગુડ્ઝ, પીએસયૂ, એફએમસીજી, ઑઇલએન્ડગેસ, ઑટો, પાવર સ્ટોકમાં તેજી જોવા મળી.

બેંક સ્ટોકમાં યસ બેંક 23 ટકા વધ્યો. યૂનિયન બેંક, પંજાબ નેશનલ બેંક, કેનરા બેંક, બેંક ઑફ ઇન્ડિયા, કોટક મહિન્દ્રા બેંક, એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેંક, એક્સિસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, એચડીએફસી બેંકનાં સ્ટોકમાં 5 થી 10 ટકાની તેજી નોંધાઇ.

રિયલ્ટી સ્ટોકમાં ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ, યૂનિટેક, ડીએલએફ, ડીબી રિયલ્ટી, અનંતરાજ ઇન્ડસ્ટ્રીઝ, ગોદરેજ પ્રોપર્ટીઝ, એચડીઆઇએલ, શોભા ડેવલપર્સનાં સ્ટોકમાં 3 થી 9 ટકાની તેજી હતી.

જ્યારે હેવીવેઇટ સ્ટોકમાં જેપી એસો., આઇડીએફસી, એશિયન પેઇન્ટ્સ, ટાટા સ્ટીલ, ગ્રાસિમ, બીપીસીએલ, ટાટા પાવર, એલએન્ડટી, ઓએનજીસી, મારુતિ સુઝુકી, ભારતી એરટેલ, રિલાયન્સ ઇન્ફ્રા., અંબુજા સિમેન્ટ, એચડીએફસી, સેસા ગોવા 4 થી 9 ટકા સુધી વધ્યા.

આઇટી સ્ટોકમાં માઇન્ડટ્રી, એમ્ફેસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, કેપીઆઇટીનાં સ્ટોકમાં 1 થી 4 ટકાનો ઘટાડો હતો.