શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: અમદાવાદ: , શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2016 (17:18 IST)

ભારે ધુમ્મસના કારણે અમદાવાદ અાવતી-જતી 14 ફ્લાઈટ ને અસર

ભારે ધુમ્મસના કારણે અમદાવાદ અાવતી-જતી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલની 14 ફ્લાઈટ દોઢ એક કલાક જેટલી મોડી પડી હતી, જેમાં દિલ્હીની સાત ફ્લાઈટનો સમાવેશ થાય છે.  અમદાવાદ અાવતી-જતી 14 જેટલી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સને અસર પડી હતી, જેમાં અમદાવાદ-દિલ્હી રૂટની સાત ફ્લાઈટ્સને અસર પડી હતી, જેના અંતર્ગત અમદાવાદથી દિલ્હી જતી સ્પાઈસ જેટનીફ્લાઈટ પોણો કલાક, ઈન્ડિગોની ફ્લાઈટ દોઢ કલાક મોડી ઉપડી હતી. જ્યારે અમદાવાદથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ એક કલાક જેટલો સમય લેટ ઉપડી હતી. તો ફ્લાઈટ દુબઈની ફ્લાઈટ અડધો કલાક મોડી ઉપડી હતી.

અા ઉપરાંત અમદાવાદ અાવતી 10 જેટલી ફ્લાઈટ લેટ અાવી હતી, જેમાં દિલ્હીથી અાવતી એર ઈન્ડિયાની એઅાઈ-19 નંબરની ફ્લાઈટ અને એર કેનેડાની એસી-6412 નંબરની ફ્લાઈટ, જેટ એરવેઝની 9ડબલ્યુ-686 નંબરની ફલાઈટ, જેટ કનેક્ટની ફ્લાઈટ, એતિહાદ એરવેઝની ફ્લાઈટ અડધો-અડધો કલાક લેટ પડી હતી તો લંડનથી મુંબઈ થઈને અાવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ તેમજ મુંબઈથી અાવતી ઈથિયોપિયન એરલાઈન્સની ફ્લાઈટ પોણો કલાક મોડી અાવી હતી. જ્યારે અબુધાબીથી અાવતી જેટ એરવેઝની ફ્લાઈટ અને એતિહાદ એરવેઝની ફ્લાઈટ તેમજ મસ્કતથી અાવતી સ્પાઈસ જેટની ફ્લાઈટ એક કલાક જેટલો સમય મોડી પડી હતી.
અમદાવાદથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટને ઈન્ડિગોના તંત્ર દ્વારા પહેલાં કોઈ કારણસર કેન્સલ કરી દેવામાં અાવી હતી. જોકે પેસેન્જરોએ હોબાળો મચાવતાં ઈન્ડિગોના તંત્રવાહકોએ તેમના નિર્ણયમાં ફેરફાર કરવો પડ્યો હતો. બાદમાં મોડેથી ફલાઈટને દિલ્હી રવાના કરાઈ હતી.